મોરબી સિવિલમાં સગર્ભાએ નોર્મલ ડિલિવરીથી બાળકને જન્મ આપ્યા બાદ મહિલાનું સારવારમાં મોત
મોરબી નજીક સીરામીક કારખાનાના કવાર્ટરમાં યુવાને જીવન ટુકાવ્યું
SHARE
મોરબી નજીક સીરામીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
મોરબીના બેલા ગામની સીમમાં આવેલા સીરામીક કારખાનાના લેબર કવાર્ટરની અંદર રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી
જાણવા મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બેલા ગામની ગામની સીમમાં આવેલ લાસાસેરા સીરામીક કંપનીની લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મેહુલકુમાર અર્જુનભાઈ બામણીયા (18) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યાર બાદ તેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની રાજભાઈ પછવાભાઈ ગોહરી (42) રહે. હાલ લાસાસેરા સીરામીક કોલોની લેબર ક્વાર્ટર મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને યુવાને ક્યાં કારણોસર પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે
વૃદ્ધ સારવારમાં
મોરબીના યદુનંદન પાર્કમાં રહેતા ચંદુલાલ લક્ષ્મીશંકર જાની (76) નામના વૃદ્ધ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેથી ઇજા પામેલ વૃદ્ધને સારવાર માટે મોરબીની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
માર માર્યો
મોરબી તાલુકાના ખારચિયા ગામે રહેતા અશ્વિનભાઈ જયંતીભાઈ વાઘડિયા (30) નામના યુવાનને છાત્રાલય રોડ ઉપર પુજારા એપાર્ટમેન્ટ પાસે લાકડી વડે માર મારવામાં આવતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.