વાંકાનેરમાં કોરોના મૃત્યુની 50, 000 સહાય અન્વયે પાંચ અરજદારોની પ્રોસેસ ચાલુ : મામલતદાર
મોરબીના નેકસેસ સિનેમા ગૃહમાં પોલીસ પરિવાર માટે સૂર્યવંશી ફીલ્મનો ખાસ શો યોજાયો
SHARE
મોરબીના નેકસેસ સિનેમા ગૃહમાં પોલીસ પરિવાર માટે સૂર્યવંશી ફીલ્મનો ખાસ શો યોજાયો
મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ નેકસેસ સિનેમા ગૃહ ખાતે આજે પોલીસ પરિવાર માટે સૂર્યવંશી ફીલ્મના શોનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં એસપી, ડીવાયએસપી, પિયાઇમ પીએ આઈ સહિતના અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને તેઓએ સૂર્યવંશી ફિલ્મ જોઈ હતી અને પોલીસ દ્વારા કઈ પ્રકારે કામગીરી કરવામાં આવતી હોય છે તે આ ફિલ્મમાં દર્શાવે છે જેથી કરીને પોલીસ પરિવારે સિનેમા ગૃહના સંચાલકોની ભાવનાને બિરદાવી હતી
છેલ્લા વર્ષોમાં પોલીસને પ્રોત્સાહન મળે તે પ્રકારની ફિલ્મો હિન્દી ફિલ્મ જગતમાં દર્શાવવામાં આવી છે જેમાં ખાસ કરીને સિંઘમ, દબંગ સહિતના ફિલ્મ બાદ પોલીસ પરિવારનું થોડું મોરલ ઊંચો આવ્યું હોય એવું જોવા મળતું હોય છે દરમિયાન હાલમાં ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી દ્વારા સૂર્યવંશી ફિલ્મ બનાવવામાં આવેલ છે જે ઘણા સમયથી રિલીઝ થવાની રાહ જોવામાં આવી રહી હતી તે થોડા સમય પહેલાં રીલીઝ કરવામાં આવી છે આ ફિલ્મ મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ નેકસેસ સિનેમા ગૃહમાં લગાવી છે અને તેના ભાગીદાર જયેશભાઇ મિયાત્રા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મોરબીના પોલીસ પરિવાર માટે ખાસ શો રાખવામા આવ્યો હતો જેમાં મોરબીના એસપી એસ.આર. ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારઈ, પીઆઇ, પીએસઆઇ અને અન્ય પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેઓએ સૂર્યવંશી ફિલ્મ કે જે અક્ષય કુમારના મુખ્ય પાત્ર સાથે બનાવવામાં આવી છે અને ખાસ કરીને મુંબઈની અંદર છે અગાઉ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા તેને લઈને સમગ્ર ઘટનાક્રમ દર્શાવવામાં આવ્યો છે જેમાં પોલીસ પરિવાર પોલીસ વિભાગ દ્વારા કઈ રીતે ગુનાખોરીને ડામવા માટે કામગીરી કરવાની છે, કેટલું જોખમ હોય છે, કેટલા પરિવારના પ્રસંગો અને પરિવારિક કામોને પડતા મૂકવા પડે છે ત્યારે ડિટેકશન થતા હોય છે અને દેશને સલામત રાખી શકતા હોય છે આ તમામ બાબતોને દર્શાવવામાં આવી છે જેથી કરીને પોલીસ પરિવારે આ ફિલ્મ જોઈને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી