મોરબીના કાંતિનગરમાં આવેલ ભંગારના ડેલામાંથી તાંબા-પીતળના ભંગારની ચોરી કરનાર બીજો ઇસમ પકડાયો
વાંકાનેરમાં કોરોના મૃત્યુની 50, 000 સહાય અન્વયે પાંચ અરજદારોની પ્રોસેસ ચાલુ : મામલતદાર
SHARE
વાંકાનેરમાં કોરોના મૃત્યુની 50, 000 સહાય અન્વયે પાંચ અરજદારોની પ્રોસેસ ચાલુ : મામલતદાર
(કેતન ભટ્ટી દ્વારા) કોરોનાથી મૃત્યુ થયું હોય તેના પરિવારજનોને અરજી આપ્યાનાં દસ દિવસ માં રૂ. 50, 000 મૃત્યુ સહાય ચૂકવી આપવાનાં રાજ્ય સરકારનાં આદેશ થતાં લોકો સહાય મેળવવા દોડધામ કરી રહ્યા છે ત્યારે વાંકાનેરમાં હાલનાં તબક્કે માત્ર પાંચ અરજદારોને મૃત્યુ સહાય ચૂકવવા ગતિવિધિ ચાલુ હોવાનું વાંકાનેર મામલતદાર દ્વારા જણાવાયું હતું.
કોરોનાથી અવસાન થયું હોય તેના પરિવારને અરજી આપ્યાનાં દસ દિવસમાં જ રૂ. 50, 000 ચૂકવી આપવાનો રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે, ત્યારે લોકો આ સહાય મેળવવા દોડધામ કરી રહ્યા છે, ત્યારે એક તરફ કોરોનાથી મૃત્યુનાં અગાઉ અપાયેલા સરકારી આંકડા અને હવે સહાય માટે મળી રહેલ અરજીઓ વચ્ચે મોટો તફાવત પણ હોવાની શક્યતા છે, ત્યારે આ મુદ્દે વાંકાનેર મામલતદારનાં જણાવ્યા મુજબ હાલ જિલ્લા કલેકટર દ્વારા અપાયેલ લિસ્ટ મુજબ વાંકાનેરનાં પાંચ અરજદારોને 50, 000 ની સહાય ચૂકવવા પ્રોસેસ ચાલુ છે, જ્યારે કોરોનાથી ડેથ થયું છે તેના જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજદારો વાંકાનેર મામલતદાર કચેરી ખાતેથી ફોર્મ મેળવી શકે છે તેમ જણાવ્યું હતું, જોકે વાંકાનેર તાલુકો મોરબી જીલ્લાનો સૌથી મોટો તાલુકો છે, 101 જેટલા ગામો ધરાવે છે, અને કોરોનાથી મૃત્યુ આંક પણ વધુ છે, ત્યારે હજુ સુધીમાં માત્ર પાંચ અરજદારોને મૃત્યુ સહાય ચૂકવવા પ્રોસેસ કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્ય સરકારનાં દસ દિવસમાં સહાય ચૂકવવાનાં આદેશનું પાલન થશે કે નહીં? તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે.