મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના બેલા (આ) નજીક ચણા ભરેલ ટ્રક પલ્ટી જતાં ગુણીઓની નીચે દબાઈ જવાથી યુવાનનું મોત


SHARE



































મોરબીના બેલા (આ) નજીક ચણા ભરેલ ટ્રક પલ્ટી જતાં ગુણીઓની નીચે દબાઈ જવાથી યુવાનનું મોત

મોરબીના બેલા (આ) રોડ ઉપર આમરણ ગામની ગોળાઈ પાસેથી ચણાની ગુણીઓ ભરેલ ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે બેફિકરાઈથી વાહન ચલાવતા ટ્રક પલટી મરી ગયો હતો ત્યારે ટ્રકના ડ્રાઇવર અને તેમાં કેબિનમાં બેઠેલા બે વ્યક્તિઓને નાના મોટી ઈજા થઈ હતી જો કે, પાછળના ભાગે બેઠેલ યુવાન ચણાની ગુણીઓ નીચે દબાઈ ગયો હતો જેથી તેને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત બાદ આરોપી પોતાનો ટ્રક સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા આમરણ ગામે રહેતા વલીમામદભાઇ ઉમરભાઇ જામ (45)એ ટ્રક નંબર જીજે 14 ઝેડ 5777 સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, બેલા આમરણ રોડ ઉપર આમરણ ગામની ગોળાઈ પાસેથી આરોપી પોતાના ટ્રકમાં ચણાની ગુણીઓ ભરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા ત્યારે ફરિયાદીનો ભાઈ કાદર ઉમરભાઇ જામ ટ્રકની પાછળના ભાગમાં બેઠો હતો જ્યારે સમીરભાઈ અને અમિતભાઈ ટ્રકની કેબિનમાં બેઠેલા હતા અને આમરણ ગામની ગોળાઈ પાસે ટ્રકના ચાલકે કોઈ કારણોસર પોતાના વાહનના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા તેનો ટ્રક પલટી મારી ગયો હતો જે બનાવમાં ફરિયાદીનો ભાઈ ચણાની ગુણીઓ નીચે દબાઈ ગયો હોવાના કારણે તેને શરીરે, વાંસામાં અને ડાબા હાથમાં ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું જ્યારે સમીરભાઈને હાથે પગે ઇજાઓ થયેલ હતી અને અકસ્માતના આ બનાવ બાદ ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

દેશી દારૂની ભઠ્ઠી

મોરબીના શોભેસ્વર રોડે આવેલ આવેડાની બાજુમાં રહેતા રમેશભાઈ ટીડાણીના મકાનમાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પાંચ લિટર દેશી દારૂ, 60 લીટર દેશી દારૂનો આથો અને અન્ય મુદ્દા માલ મળી આવતા પોલીસે કુલ 4200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે જોકે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ ગોપાલભાઈ ટીડાણી રહે. ત્રાજપર એસઆર પંપની પાછળ ભરવાડ સમાજની વાડી નજીક મોરબી વાળાની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.


















Latest News