મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી નજીકથી માટીની આડમાં બિયરની હેરફેરી: 112 બીયર ભરેલ ટ્રક સાથે એક પકડ્યો, 30.17 લાખનો મુદામાલ કબ્જે


SHARE











મોરબી નજીકથી માટીની આડમાં બિયરની હેરફેરી: 112 બીયર ભરેલ ટ્રક સાથે એક પકડ્યો, 30.17 લાખનો મુદામાલ કબ્જે

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ સીરામીકની સામેના ભાગમાંથી પસાર થયેલ માટી ભરેલા ટ્રકને રોકીને પોલીસે ચેક કરતા માટીની આમાં બિયરના જથ્થાની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે 112 બિયરના ટીમ તથા ટ્રક અને અન્ય મુદ્દા માલ મળીને કુલ ૩૦,17,992 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટ્રક ચાલકની હાલમાં ધરપકડ કરવામાં આવેલ છે. જોકે, માલ મંગાવનાર તથા તપાસમાં જેના નામ ખૂલે તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઈશ્વરભાઈ કલોતરા, ભરતભાઈ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા અને વિક્રમભાઈ રાઠોડને સંયુક્તમાં બાતમી મળી હતી કે ટ્રક ટ્રેલર નંબર આરજે 21 જીડી 0930 મા માટીની આડમાં રાજસ્થાનથી દારૂ બિયરનો જથ્થો ભરીને લઈ આવવામાં આવી રહેલ છે જેથી મળેલ બાતમી મુજબના ટ્રકને પકડવા માટે થઈને વોચ રાખવામાં આવી હતી તેવામાં મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર મરક્યુના સીરામીકની સામેના ભાગમાંથી ટ્રક ટેલર મળી આવતા માટી ભરેલા ટ્રકને ચેક કરવામાં આવતા તેમાંથી 112 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને 12,992 ની કિંમતનો જથ્થો તથા 30 લાખ રૂપિયાની કિંમતનો ટ્રક અને 5000 રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને 30,17,992 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આ ટ્રકના ડ્રાઇવર આરોપી રાજેન્દ્ર કાનારામભાઈ બાંગડા (36) રહે. બીટ્ટન તાલુકો મેડતા જિલ્લો નાગોર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ડ્રાઈવર ઉપરાંત માલ મંગાવનાર તથા તપાસમાં જેના નામ ખૂલે તેની સામે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરે છે.






Latest News