મોરબી એબીવીપી દ્વારા જિલ્લા છાત્રા સંમેલન સ્વયંસિદ્ધા 2021 નવયુગ સંકુલ ખાતે યોજાયું
SHARE
મોરબી એબીવીપી દ્વારા જિલ્લા છાત્રા સંમેલન સ્વયંસિદ્ધા 2021 નવયુગ સંકુલ ખાતે યોજાયું
રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતી નિમિતે બહેનો માટે ભવ્ય છાત્રા સંમેલન યોજાયું હતુ અને તેની સાથોસાથ જિલ્લાના પ્રતિભાશાળી વિધાર્થિનીઓનું સન્માન કરાયુ હતુ મોરબી જીલ્લા એબીવીપી દ્વારા રાણી લક્ષ્મીબાઈ જન્મજયંતી નિમિતે "છાત્રા સંમેલન સ્વયંસિધ્ધા"નું આયોજન નવયુગ સંકુલ ખાતે યોજાયું હતુ જેમાં 150થી વધારે બહેનો ઉપસ્થિત રહ્યા. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ નવીનભાઈ પટેલ, પીએસઆઇ નિરાલીબેન શુક્લા ,જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા, ડો.ભાવનાબેન જાની(MD સ્ત્રી રોગ નિષ્ણાત) , પી.ડી.કાંજીયા સાહેબ(પ્રમુખ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન) ઉપસ્થિત રહ્યા હતા અણણએ આરોગ્ય ,કાયદો, સાયબર સિક્યુરિટી, ગૌરવવંતા ગુજરાતમાં મહિલાઓની ભૂમિકા જેવા વિષયો પર સત્ર યોજાયા ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર બહેનો નું સન્માન કરવામાં આવ્યું હતુ