મોરબી એબીવીપી દ્વારા જિલ્લા છાત્રા સંમેલન સ્વયંસિદ્ધા 2021 નવયુગ સંકુલ ખાતે યોજાયું
બ્લડ બેન્કોમાં રક્તની અછત - વાંકાનેરમાં આવતી કાલે યુધ્ધનાં ધોરણે રક્તદાન કેમ્પનું આયોજન
SHARE
બ્લડ બેન્કોમાં રક્તની અછત - વાંકાનેરમાં આવતી કાલે યુધ્ધનાં ધોરણે રક્તદાન કેમ્પનું આયોજન
સૌરાષ્ટ્રની અનેક બ્લડ બેન્કો માં હાલ રક્તની અછત સર્જાઈ છે ત્યારે વાંકાનેર નાં જડેશ્વર રોડ પર આવેલ જસદણ સિરામિક ખાતે આવતીકાલે રક્તદાન કેમ્પનું યુધ્ધનાં ધોરણે આયોજન કરવામાં આવ્યું છે.
હાલ ડેન્ગ્યુના સતત વધતા કેસને કારણે સૌરાષ્ટ્ર ની મોટા ભાગની બ્લડ બેન્કોમાં રક્તની અછત સર્જાઈ છે, ત્યારે માનવ જીંદગી બચાવવા વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ, પાટીદાર સેવા સમાજ અગ્રણી અને યુવા ઉદ્યોગપતિ પ્રગ્નેશ ભાઈ પટેલ અને સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કેમ્પનું યુધ્ધનાં ધોરણે આયોજન કરવામાં આવ્યું છે, હાલની પરિસ્થિતિ જોતાં મોટા ભાગની બ્લડ બેન્કોમાં રક્તની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે આવતીકાલે તા. 28 ને રવિવારે વાંકાનેરનાં જડેશ્વર રોડ પર આવેલ જસદણ સિરામિક ખાતે સવારે 10 થી 2 દરમ્યાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે માનવ જીંદગી બચાવવા આવતીકાલે બહોળી સંખ્યામાં રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવે અને માનવ જીંદગી બચાવવાનાં આ ભગીરથ સેવા કાર્યમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.