મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા બ્યુટી પાર્લર-સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સર્ટિફિકેટ એનાયત કરાયા


SHARE











મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા બ્યુટી પાર્લર-સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સર્ટિફિકેટ એનાયત કરાયા

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ચાલતા સિવણ અને બ્યુટી પાર્લર કેન્દ્રમાં ઘણા બહેનોએ તાલીમ લીધી હતી તે લાભાર્થી બહેનોને નવલખી રોડ પર રણછોડનગરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી અને સાઈ મંદિર ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓને સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવ્યા હતા આ તકે ગંગા સ્વરૂપ સહાય સમિતિ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્યો ત્યાં હાજર રહ્યા હતા આ સર્ટીફીકેટ વિતરણ કાર્યક્રમમાં સિવણ કેન્દ્રના પ્રણેતા દેવકરણભાઈ આદ્રોજા અને સમિતિના સભ્યો શ્રીમતી શારદાબેન આદ્રોજા, કાજલબેન આદ્રોજા તથા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજા, રમેશભાઈ રૂપાલા, ત્રિભોવનભાઈ ફુલતરિયા, અનસ્ટોપેબલ સંસ્થાના પ્રમુખ હેતલબેન, પિયુતાબેન પટેલ, વિનુભાઈ ભટ્ટ, સાઈ મંદિરના મહંત બાબુભાઈ વિગેરે હાજર રહ્યા હતા અને ત્યારે 26 બ્યુટી પાર્લર કેન્દ્ર અને 12 સિવણ કેન્દ્રના  લાભાર્થી બહેનોને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા






Latest News