કચ્છના માધાપર યક્ષ મંદિર ખાતે યોજાનાર સમૂહલગ્નની તૈયારીના ભાગરૂપે સમિતિના સભ્યોની સાંસદની હાજરીમાં બેઠક યોજાઇ
SHARE







કચ્છના માધાપર યક્ષ મંદિર ખાતે યોજાનાર સમૂહલગ્નની તૈયારીના ભાગરૂપે સમિતિના સભ્યોની સાંસદની હાજરીમાં બેઠક યોજાઇ
કચ્છ-મોરબીના સાંસદ તથા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા માધાપર યક્ષ મંદિર મુકામે તા. 25/5 ના સાંસદ સમરસ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોઉત્સવના આયોજન કરવામાં આવ્યું છે તે લગ્નોત્સવની વ્યવસ્થા સમિતિની બેઠક યોજાઈ હતી
લોકસભા સાંસદ તથા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ–ભુજ ના સહયોગથી ભુજ તાલુકાના યક્ષ મંદિર મધ્યે પ્રથમ વખત આયોજિત સાંસદ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોઉત્સવ-25 અંતર્ગત પૂર્વ તૈયારી અને આયોજનના ભાગરૂપે લગ્નોત્સવ માટે રચિત વિવિધ સમિતિઓના સભ્યઓની બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ તથા સમિતિ અધ્યક્ષ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કોઈપણ જાતના ભેદભાવ વગર સર્વાજ્ઞાતિ સમૂહ લગ્નમાં મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારોના 40 જેટલા જોડલાએ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોઉત્સવ જોડાયા છે, જરૂરતમંદ પરિવારો વધુને વધુ જોડાય તેવી શક્યતા છે, સમૂહ લગ્નનું આયોજનએ સામાજિક સમરસતા માટે એક મહત્વનું પ્રેરક બળ બનશે. જ્ઞાતિ પરંપરા અને રીત રીવાજો મુજબ આયોજિત સમૂહ લગ્ન વ્યવસ્થા સમિતિમાં લગ્નઉત્સવ ધામધૂમથી ઉજવાય માટે અનેરો થનગનાટ છે.
