મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટાભેલા ગામે શેરીમાંથી ગાડી ધીમે ચલાવવાનું કહેતા ડખ્ખો: વૃદ્ધા અને તેના બે દીકરાને મારમાર્યો


SHARE







માળીયા (મી)ના મોટાભેલા ગામે શેરીમાંથી ગાડી ધીમે ચલાવવાનું કહેતા ડખ્ખો: વૃદ્ધા અને તેના બે દીકરાને મારમાર્યો

માળીયા (મી)ના મોટાભેલા ગામે શેરીમાંથી ગાડી લઈને નીકળેલા શખ્સને ગાડી ધીમે ચલાવવા માટે કહ્યું હતું જેથી ગાડી લઈને નીકળેલા શખ્સે શેરીમાં રહેતા વ્યક્તિ સાથે બોલાચાલી કરી હતી ત્યારે તે જ શેરીમાં રહેતા વૃદ્ધાના દીકરાએ એવી વાત કરી હતી કે જો અમારા ઘરે પ્રસંગ હોત તો અમારે તેની સાથે ઝઘડો થયો હોત જે વાત ગાડી લઈને નીકળેલા શખ્સ સુધી પહોચી હતી અને તેણે વૃદ્ધાના દીકરાની સાથે ઝપાઝપી કરીને ઝઘડો કર્યો હતો અને બાદમાં તે શખ્સ લાકડી લઈને વૃદ્ધાના ઘર પાસે આવ્યો હતો અને ત્યાં ગાળો બોલીને વૃદ્ધા સાથે ઝપાઝપી કરી પથ્થરના છૂટા ઘા કર્યા હતા અને વૃદ્ધા તેમજ તેના બીજા દીકરાને ઇજાઓ કરી હતી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા જેથી ભોગ બનેલ વૃદ્ધાએ સારવાર લીધા બાદ માળીયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મૂજબ માળીયા (મી) તાલુકાના મોટાભેલા ગામે રહેતા ભાનુબેન માવજીભાઈ રાઠોડ (58)હાલમાં ભાવેશભાઈ ખેંગારભાઈ ગોહેલ રહે. મોટાભેલા વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેણે જણાવ્યું છે કે, બે દિવસ પહેલા આરોપી તેઓની શેરીમાંથી ગાડી લઈને નીકળ્યો હતો ને ત્યારે તેઓની શેરીમાં રહેતા પ્રેમજીભાઈએ તેને ગાડી ધીરે ચલાવવા માટે કહ્યું હતું જેથી ભાવેશભાઈ પ્રેમજીભાઈની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારે ત્યાં હાજર રહેલ ફરિયાદીના દીકરા જયંતીલાલે તે વિશે વાત કરતા કહ્યું હતું કે “જો અમારા ઘરે પ્રસંગ હોત તો અમારે ભાવેશ સાથે ઝઘડો થાય” તે વાત આરોપી સુધી પહોંચી હતી જેથી ભાવેશભાઈ જયંતીલાલ પાસે આવ્યો હતો અને તેની સાથે ઝપાઝપી કરીને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ ફરિયાદીના ઘરે લાકડાનો ધોકો લઈને ભાવેશભાઈ આવ્યા હતા અને ત્યાં ગાળો બોલીને ફરિયાદી વૃદ્ધા સાથે ઝપાઝપી કરીને છુટા પથ્થરના ઘા કર્યા હતા જેથી ફરિયાદીને માથામાં તથા તેના દીકરા અશ્વિન ઉર્ફે અશોકને ડાબા હાથની આંગળીઓમાં ઈજા થયેલ હતી અને આરોપીએ ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા જેથી ભોગ બનેલ વૃદ્ધાસારવાર લીધા બાદ હાલમાં માળીયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

એક બોટલ દારૂ સાથે પકડાયો

વાંકાનેર નજીક આવેલ લુણસરિયા ફાટક પાસેથી બાઈક નંબર જીજે 6 કેએસ 3214 લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1300 રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા 20,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 21,300 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી શીવાભાઈ લાભુભાઈ ચૌહાણ (21) રહે. લાલપર પહેલા ગેટની અંદર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News