મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં વીસી ફાટક પાસેથી ચોરાઉ રિક્ષા સાથે એક શખ્સ પકડાયો


SHARE







મોરબીમાં વીસી ફાટક પાસેથી ચોરાઉ રિક્ષા સાથે એક શખ્સ પકડાયો

મોરબીમાં વીસી ફાટક પાસેથી નંબર વગરની સીએનજી રિક્ષા નીકળી હતી ત્યારે તે રિક્ષાને રોકીને રિક્ષા ચાલક પાસેથી કાગળો માંગ્યા હતા જે તેની પાસે હતા નહીં જેથી પોકેટ કોપથી સર્ચ કરતા આ રિક્ષા સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ચોરાઉ રિક્ષા સાથે એક શખ્સને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સાવજીભાઇ દાફડા, વિજયભાઇ ગઢવી, હિતેશભાઇ ચાવડા અને જયદીપભાઈ ગઢવીને સંયુક્તમાં બાતમી મળી હતી કે, વીસીપરામાંથી નંબર પ્લેટ વગરની શંકાસ્પદ રિક્ષા સાથે એક શખ્સ વીસી ફાટક પાસે આવી રહેલ છે જેથી પોલીસે ત્યા વોચ રાખી હતી અને ત્યારે ત્યાંથી એક નંબર પ્લેટ વગરની મળેલ બાતમી મુજબની સીએનજી રીક્ષા નીકળી હતી જે રિક્ષાને રોકીને પોલીસે રીક્ષા લઈને જઈ રહેલા શખ્સ પાસેથી રિક્ષાના કાગળો માંગ્યા હતા જે તેની પાસે હતા નહીં જેથી પોલીસે પોકેટ કોપથી સર્ચ કરતા આ રીક્ષા સાણંદ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાંથી ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ચોરાઉ રિક્ષા સાથે રજાકભાઇ રમજાનભાઇ મોવર (26) રહે. વીશીપરા માતમચોક પાસે સલીમભાઇના મકાનમા ભાડે મોરબી મુળ રહે. વાગડીયા ઝાપા પાસે માળીયા (મી) વાળાને હસ્તગત કરેલ છે અને આ અંગેની જાણ સાણંદ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ છે.






Latest News