મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મંદિરે ફોટો પાડવા બાબતે માથાકૂટ કરીને યુવાનને ચાર શખ્સોએ મારમાર્યો


SHARE









વાંકાનેરમાં મંદિરે ફોટો પાડવા બાબતે માથાકૂટ કરીને યુવાનને ચાર શખ્સોએ મારમાર્યો

વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટીમાં આવેલ માતાજીનાં મંદિરે યુવાન અને સાહેદો ફોટો પાડતા હતા ત્યારે ચારેક શખ્સો ત્યાં આવ્યા હતા અને તેની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યાર બાદ જેમ ફાવે તેમ ગાળો આપીને યુવાનને ઢીકાપાટુ અને લાકડી વડે મારમાર્યો હતો જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના જામનગર રોડે આવેલ મનહરપુર-1 માધાપર ચોકડી પાસે રહેતા પરેશભાઈ લાખાભાઈ પરેશા (22)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે યશરાજસિંહ ઝાલા, જયદ્રથસિંહ ઝાલા તથા અન્ય શબ્દો આમ કુલ મળીને ચાર શખ્સ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, પેડક સોસાયટીમાં આવેલ શીતળા માતાજીના મંદિરે ફરિયાદી તથા સાહેદો ફોટો પાડતા હતા જે આરોપીઓને સારું નહીં લાગતા તેણે ફરિયાદી તથા સાહેદો સાથે બોલાચાલી કરી ગાળો આપીને ઝઘડો કર્યો હતો ત્યારબાદ ફરિયાદી યુવાનને ઢીકાપાટુ અને લાકડી વડે મારમાર્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

વરલી જુગાર

વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં બોફો સિરામિક સામે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દલસુખભાઈ સોમાભાઈ જખાનિયા (20) રહે. નવા ઢુવા ગ્રાઉન્ડ પાસે વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે 270 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News