ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

સાળીના પૂર્વ પ્રેમી તેમજ તેના ભાઈને બનેવી સહિત ચાર શખ્સોએ મારમાર્યો: વાંકાનેરના અદેપરથી સતાપર વચ્ચેનો બનાવ


SHARE













સાળીના પૂર્વ પ્રેમી તેમજ તેના ભાઈને બનેવી સહિત ચાર શખ્સોએ મારમાર્યો: વાંકાનેરના અદેપરથી સતાપર વચ્ચેનો બનાવ

વાંકાનેરના અદેપરથી સતાપર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી યુવાન તેના ભાઈ સહિતનાઓની સાથે બાઈક અને બુલેટ ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે તે યુવાનના ભાઈએ અગાઉ જે યુવતીની સાથે પ્રેમ સબંધ હતો તે યુવતીના બનેવી સહિત કુલ ચાર શખ્સો કારમાં ત્યાં આવ્યા હતા અને યુવાન સહિતનાઓને રોકીને ગાળો આપી હતી અને ત્યાર બાદ યુવાન અને તેના ભાઈને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હાલ થાન તાલુકાના દેવળીયા ગામે બહાદુરસિંહ જાડેજાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કિશનભાઇ છગનભાઈ વાઘેલા (25)વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુકેશભાઈ ભુસડીયા રહે. મેસરિયા તાલુકો વાંકાનેર તથા અજાણ્યા ત્રણ શખ્સો આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં જણાવ્યું છે કે, તેઓ આદેપર ગામે તેના મિત્ર અરવિંદભાઈ ઝાલાના ફુલેકામાંથી પરત પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે આદેપર અને સતાપર વચ્ચે ફરિયાદી યુવાનના ભાઈને અગાઉ જે યુવતી સાથે પ્રેમ સબંધ હતો તેના બનેવી મુકેશભાઇ સહિતના ચાર શખ્સો કાર લઈને આવ્યા હતા અને ત્યારે ફરિયાદ તેમજ સહેદો બાઈક અને બુલેટ ઉપર જતાં હતા તેઓને રોકીને મુકેશભાઈએ ફરિયાદિ કિશનભાઇ વાઘેલાને ગાળો આપી હતી અને ત્યારબાદ તેને લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો તેમજ તેના ભાઈ દશરથને પણ ચારેય શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. અને તેઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી ત્યાર બાદ ઈજા પામેલ હાલતમાં તે બંને ભાઈઓ સહિતનાઓને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલ યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.








Latest News