ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા-માટેલ રોડેથી 8 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો: જુના દેવળીયા ગામે ઘરમાંથી 200 લીટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ


SHARE













વાંકાનેરના ઢુવા-માટેલ રોડેથી 8 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો: જુના દેવળીયા ગામે ઘરમાંથી 200 લીટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ

વાંકાનેર તાલુકાનાં ઢુવા માટેલ રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ પાસે સનહાર્ટ કારખાના બાજુ જવાના રસ્તે રોડ ઉપર પસાર થઈ રહેલા શખ્સને પોલીસે રોક્યો હતો અને તેને ચેક કર્યો હતો ત્યારે આ શખ્સ પાસેથી 8 બોટલ દારૂ મળી આવેલ હતો જેથી પોલીસે 10 હજારની કિંમતનો દારૂ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે વાંકાનેરના ઢુવા માટેલ રોડ ઉપર પેટ્રોલપંપ પાસે આવેલ સનહાર્ટ કારખાના બાજુ જવાના રસ્તે રોડ ઉપરથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસે ચેક કરતાં આ શખ્સ પાસેથી 8 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે 10 હજારની કિંમતનો દારૂ કબજે કર્યો હતો અને આરોપી નિલેશભાઈ પ્રદીપભાઈ ભટ્ટ (35) રહે. વીશીપરા ગોદામ રોડની સામે વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

દેશી દારૂનો આથો

હળવદના જુના દેવળીયા ગામે મોતીનગરમાં રહેતા અજય દેગામાના કબજા વાળા પડતર મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 200 લીટર આથો મળી આવતા 5,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને જ્યારે એલસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી હાજર ન હોય હાલમાં અજય ઉર્ફે બાચકી કિશોરભાઇ દેગામા રહે મોતીનગર જુના દેવળીયા તાલુકો હળવદ વાળા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.








Latest News