મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં ઓપરેશન સિંદૂર થીમ ઉપર ચિત્ર-ક્વીઝ સ્પર્ધા યોજાઇ


SHARE













ભારતમાં ઓપરેશન સિંદૂરની ચર્ચાઓ ઠેરઠેર ચાલી રહી છે ત્યારે આજે મોરબીમાં નીલકંઠ વિદ્યાલય અને મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઓપન મોરબી ચિત્ર સ્પર્ધા અને પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતી અને વિજેતા વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા.

મોરબીમાં નીલકંઠ વિદ્યાલયના સંચાલક જીતુભાઈ વડસોલા અને મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ ડો. સુષ્માબેન દુધરેજીયા દ્વારા ઓપરેશન સિંદૂર થીમ પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે આજે સવારે 9 થી 12 સુધી આ સ્પર્ધા યોજાઇ હતી જેમાં મોરબીની જુદીજુદી શાળાના ધો. 6 થી 10 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો અને ડ્રોઈંગ સીટ ઓપરેશન સિંદુરને ધ્યાનમાં રાખીને ચિત્રો બનાવ્યા હતા આ ચિત્ર અને પ્રશ્નોતરી સ્પર્ધાનો હેતુ બાળકોને નાનપણથી જ ભારતીય ડિફેન્સ સિસ્ટમની ત્રણેય પાંખો ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સની માહિતી મળે તેવો હતો અને પ્રશ્નોત્તરની લેખિત સ્પર્ધામાં અઘરા પ્રશ્નો પુછવામાં આવ્યા હતા તો પણ વિદ્યાર્થીઓને તેના સાચા જવાબો આપ્યા હતા આ બંને સ્પર્ધામાં વિજેતા થયેલા બાળકોને શિલ્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબીની નીલકંઠ વિદ્યાલયના સંચાલકો સહિતનો સ્ટાફ તેમજ મોરબી ઇન્ડિયન લાયૉનેસ ક્લબના પ્રમુખ ડો. સુષ્માબેન દુધરેજીયા તેમજ શોભનાબા ઝાલા, મનિષાબેન ગણાત્રા, પૂનમબેન હિરાણી, કામિનીબેન સિંગ, સાધનાબેન ઘોડાસરા, હીનાબેન પંડ્યા, પ્રીતિબેન દેસાઈ સહિતના બહેનોએ જહેમત ઉઠાવી હતી.




Latest News