મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ઓનલાઈન ફ્રોડ: હળવદના ચરાડવા ગામે રહેતા યુવાનને રિક્ષાનો હપ્તો ભરવા માટે સ્કેનર મોકલીને કરી 10,192 ની છેતરપિંડી


SHARE









ઓનલાઈન ફ્રોડ: હળવદના ચરાડવા ગામે રહેતા યુવાનને રિક્ષાનો હપ્તો ભરવા માટે સ્કેનર મોકલીને કરી 10,192 ની છેતરપિંડી

હળવદના ચરાડવા ગામે રહેતા યુવાને હપ્તેથી રીક્ષા લીધેલ હતી જે રીક્ષાનો હપ્તો ચડી ગયેલ છે તે બાબતે ફોન ઉપર વાત કરી હતી અને ત્યાર બાદ ફરિયાદી યુવાનને વ્હોટ્સએપમાં સ્કેનર મોકલાવવામાં આવ્યું હતું જેથી યુવાને ફોન પે મારફતે 10,192 રૂપિયાની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી હતી જોકે, રીક્ષાનો કોઈ હપ્તો ભરાયો ન હતો અને તેને રૂપિયા પાછા આપવામાં આવ્યા ન હતા જેથી ભોગ બનેલ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ ધારક તથા અન્ય એક મહિલા આમ બે વ્યક્તિઓની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદના ચરાડવા ગામે રાજપૂત શેરીમાં રહેતા મનોજભાઈ વાલજીભાઈ હળવદિયા (38)એ મોબાઈલ નંબર 7984977871 ના ધારક તથા અર્ચનાબેન નામની વ્યક્તિની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેને બજાજ કંપનીમાંથી બોલતા હોવાનું ફોન ઉપર કરીને રીક્ષાનો હપ્તો ચડી ગયેલ છે તેવું ફોન આરોપીઓ દ્વારા કહેવામા આવ્યું હતું અને તેઓને વિશ્વાસમાં લઈને વ્હોટ્સ એપમાં સ્કેનર મોકલાવવામાં આવ્યું હતું જેથી કરીને યુવાને તેના એસબીઆઇ બેન્કના એકાઉન્ટમાંથી ફોન પે મારફતે 10,192 રૂપિયાની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી હતી જે રૂપિયમાંથી રીક્ષાનો હપ્તો ભરવામાં આવેલ ન હતો અને તે રૂપિયા ફરિયાદી યુવાનને પાછા પણ આપવામાં આવ્યા ન હતા જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોબાઈલના ધારક તથા મહિલાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News