મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં યુવતીની સગાઈ તોડાવવા ઇનસ્ટાગ્રામમાં બોગસ આઈડી બનાવીને ફોટો-મેસેજ વાયરલ કર્યા !, આરોપીની ધરપકડ


SHARE



































મોરબીમાં યુવતીની સગાઈ તોડાવવા ઇનસ્ટાગ્રામમાં બોગસ આઈડી બનાવીને ફોટો-મેસેજ વાયરલ કર્યા !, આરોપીની ધરપકડ

સોશિયલ મીડિયામાં બોગસ નામથી એકાઉન્ટ બનાવીને ઘણી વખત લોકો બદનામ કરવા માટે તેમજ પોતાનો ગોલ પૂરો કરવા માટે ફોટો અને વિડીયો વાઇરલ કરવામાં આવે છે. આવી જ ઘટના મોરબી જિલ્લામાં બનેલ છે જેમાં ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવાનની જે યુવતી સાથે સગાઈ થઈ હતી તે યુવતીના નામનું બોગસ ઇનસ્ટાગ્રામમાં આઈડી બનાવીને તેમાં ફોટો અને મેસેજ અપલોડ કરવામાં આવ્યા હતા તેમજ તે યુવાનના વ્હોટ્સએપમાં “તારી પત્ની દવા પીવાનું કહે છે જો તે દવા પી જાય તો પછી મને કહેતો નહીં” તેવો મેસેજ કરીને યુવાનને હેરાન પરેશાન કરવામાં આવેલ હતો જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇટી એક્ટ મુજબનો ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે ત્યાં સુધી કોઈ વાંધો નથી પરંતુ તેનો દુરુપયોગ થાય ત્યારે ગુનાહિત કૃત્યો થઈ જતાં હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી છેલ્લા વર્ષોમાં સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને વ્યુઝ અને લાઈક મેળવવા માટે જોખમી સ્ટંટ કરવામાં આવે, બોગસ નામ ધારણ કરીને સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવીને લોકોને છેતરવામાં આવે અથવા તો તેઓને બ્લેકમેલ કરવામાં આવે તેવી ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે તેવામાં ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવાનની સગાઈ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતી સાથે કરવામાં આવી હતી જો કે, આ યુવાનની સગાઈ તોડાવવા માટે જે યુવતી સાથે સગાઈ થયેલ હતી તેના નામથી જ લાલજીભાઈ રેવાભાઇ ટોટા નામના શખ્સે બોગસ ઇનસ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું અને ત્યાર બાદ તે યુવતીના ફોટો અને મેસેજ તેમાં અપલોડ કરવામાં આવ્યા હતા જે ફરિયાદી યુવાનના ધ્યાન ઉપર આવતા તેણે આ બાબતે જેની સાથે સગાઈ થઈ હતી તે યુવતી સાથે ખરાઈ કરી હતી ત્યારે તેણીએ ઇનસ્ટાગ્રામમાં કોઈ આઈડી બનાવ્યું નથી તેવું કહ્યું હતું. એટ્લે કે તે યુવતીના નામથી બોગસ આઈડી બનાવવામાં આવ્યું હતું. આટલું જ નહીં પરંતુ ફરિયાદી યુવાનના વોઇટ્સએપમાં લાલજીભાઈ ટોટા નામના વ્યક્તિએ મેસેજ મોકલ્યો હતો કે, “તારી પત્ની દવા પીવાનું કહે છે જો તે દવા પી જાય તો પછી મને કહેતો નહીં” આમ યુવાનની સગાઈ તોડાવવા અને તેને હેરાન પરેશાન કરવા માટેનો પ્રયાસ કરનારા શખ્સની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને તાલુકાનાં પીઆઇ એસ.કે. ચારેલ અને તેણી ટીમે આરોપી લાલજીભાઈ રેવાભાઇ ટોટા (21) રહે. માટેલ તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


















Latest News