મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ અંતર્ગત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા વોકથોન યોજાઈ


SHARE



































મોરબીમાં પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ અંતર્ગત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા વોકથોન યોજાઈ

વિશ્વ પર્યાવરણ દિવસની વર્ષ-૨૦૨૫ની થીમ ‘એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી’ અંતર્ગત મોરબીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા મોરબી શહેરમાં વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાઈ પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશને સફળ બનાવવા સહભાગી બન્યા હતા. તા. ૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, આ ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ ઉજવણી પૂર્વે વિવિધ આયોજનો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષની થીમને ધ્યાને લઈ લોકોને પ્લાસ્ટિક પ્રદુષણ અંગે જાગૃત કરવા તેમજ પ્લાસ્ટિકના વપરાશને નહિવત કરવા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ગત તા. ૨૯ ના રોજ મોરબી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા મોરબીના જાહેર માર્ગો પર રેલી સાથે વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોકથોનમાં લોકો દ્વારા 'જગતભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો' અને 'પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી આપણી જવાબદારી' સહિતના નારા લગાવવામાં આવ્યા હતા. આ વોકથોન દરમિયાન સર્વે ઉપસ્થિતો દ્વારા રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા તથા આ બાબતે લોકોને જાગૃત કરવા શપથ પણ લેવામાં આવ્યા હતા. આ વોકથોનમાં જિલ્લા રમત વિકાસ અધિકારી રવિભાઈ રાઠોડ અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રનો સ્ટાફ, જિલ્લાના ખેલાડીઓ, રમતના કોચ, વ્યાયામ શિક્ષકઓ, ટ્રેનર્સ તેમજ બાળકો અને શહેરીજનો જોડાયા હતા.


















Latest News