મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન  મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે એક દિવસીય વર્કશોપ યોજાયો


SHARE











મોરબીમાં સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે એક દિવસીય વર્કશોપ યોજાયો

મોરબી જિલ્લામાં સરકારીના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે આઇસીડીએસના સીડીપીઓ સર્વશ્રી તથા મુખ્ય સેવિકાઓ માટે એન.એન.એમ.ના મિશન ડાયરેક્ટર જીજ્ઞાશા પંડ્યા તથા આઈસીડીએસના ડેપ્યુટી ડાયરેક્ટર અંકુર વૈદ્યની પ્રેરક ઉપસ્થિતિમાં એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કમિશનરી આઈસીડીએસ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણની સંગમ ( Protocol For Management Of Malnutrition In Children)’ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જે અન્વયે મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ વર્કશોપમાં C-MAM (Community-Based Management of Acute Malnutrition - અતિ કુપોષણનું સમુદાય-આધારિત વ્યવસ્થાપન) કાર્યક્રમના અમલીકરણ અંગે ટીમ માટે મહત્વપૂર્ણ ઈનપુટ્સ અને વિઝન, C-MAM ના વ્યુહાત્મક આયોજન અને પ્રસ્તુતિ, જિલ્લા બેસ્ટ પ્રેક્ટિસીસ, C-MAM પ્રોગ્રામમાં આરોગ્ય વિભાગની ભૂમિકા, ગામડાના આંગણવાડી કેન્દ્રમાં પોષણની સ્થિતિ, પોષણ સંગમ એપ્લિકેશનનું ઓરિએન્ટેશન સહિત વિવિધ મુદ્દાઓને કેન્દ્રમાં રાખી વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં આઈસીડીએસ રાજકોટ ઝોનના વિભાગીય નાયબ નિયામક પૂર્વીબેન પંચાલ, મોરબી સીઆરએચઓ ડો. સંજય શાહ, મોરબી આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન ઉપાધ્યાય, સીડીપીઓ સર્વશ્રી અને મુખ્ય સેવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News