ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડા નજીક તળાવડાના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE













વાંકાનેરના રાતાવિડા નજીક તળાવડાના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેરના રાતાવિડા ગામની સીમમાં આવેલ કારખાના પાસે તળાવડામાં પાણીમાં ડૂબી જવાના કારણે અજાણ્યા 35 થી 40 વર્ષના યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ ચાલી રહી છે.

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં સ્ટોન ગ્રેનાઇટો સિરામિક પાસે આવેલ તળાવડામાં કોઈ અજાણ્યો 35 થી 40 વર્ષનો યુવાન કોઈપણ કારણોસર પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની બાબુભાઈ ચોથાભાઈ પાંચિયા (32) રહે. રાતાવિરડા તાલુકો વાંકાનેર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે

ત્રણ બોટલ દારૂ

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર તુલસી પાર્કની અંદર મનુ પાર્કમાં રહેતા શખ્સને ત્યાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે રહેણાંક મકાનમાંથી દારૂની ત્રણ બોટલો મળી આવી હતી જેથી પોલીસે 500 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી જયેશ ભુદરભાઈ પિત્રોડા રહે. સનાળા બાયપાસ તુલસી પાર્કની અંદર મનુપાર્ક મોરબી વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

390 લિટર દેશી દારૂ

હળવદ જીઆઇડીસી જીનની દિવાલ પાછળ ઝૂપડાની ઓરડીમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને 390 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 44 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રફિકભાઈ કાદરભાઈ જામ (32) રહે. જીઆઇડીસી જીનની દિવાલ પાછળ મફતિયાપરા હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો તેણે લાખાભાઈ મનસુખભાઈ કોળી રહે. રાજપર જિલ્લો સુરેન્દ્રનગર વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.








Latest News