મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરોના ત્રાંસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં એક આરોપીની ધરપકડ: અન્ય આરોપીઓની શોધખોળ


SHARE











મોરબીમાં વ્યાજખોરોના ત્રાંસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં એક આરોપીની ધરપકડ: અન્ય આરોપીઓની શોધખોળ

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વેપારી યુવાને ઝેરી દવા પી લીધી હતી અને તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જો કે, યુવાને આપઘાત કરતા પહેલા ત્રણ પાનાની સુસાઇટ નોટ લખી હતી તેની ખરાઈ કરાવવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ, પત્રકાર સહિત કુલ 11 શખ્સો સામે ગુનો નોંધાયેલ હતો જેમાં પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને અન્ય આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

મોરબીમાં આવેલ વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણા (36)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિલેશભાઈ ભીમાણી, રવિભાઈ દેવાભાઈ ડાંગર, પ્રકાશભાઈ મેપાભાઇ પિથામલ, રવિભાઈ રાજેશભાઈ ઝાલરીયા, હિતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (પોલીસ), કિરીટસિંહ જાડેજા, મયુરસિંહ બહાદુરસિંહ સરવૈયા, ભગીરથસિંહ જનકસિંહ જાડેજા, પ્રશાંતભાઈ ચીખલીયા અને ઋષિભાઈ મહેતા (પત્રકાર) ની સામે પોતાના ભાઈને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ફરિયાદીના ભાઈ નિલેશભાઈ હરેશભાઈ મકવાણાને ઠંડાપીણા કોલ્ડ્રિંકની સેલ્સ એજન્સીનો વેપાર હતો અને નવલખી રોડ ઉપર આવેલા હિતેશ માર્કેટિંગ કોલ્ડ્રીંક્સ સેલ્સ એજન્સી નામની ઓફિસથી તેઓ વેપાર ધંધો કરતા હતા અને તેઓને પોતાના ધંધાના કામ માટે રૂપિયાની જરૂર પડતા આરોપીઓ પાસેથી તેણે અલગ અલગ સમયે જુદી જુદી રકમ વ્યાજે લીધેલી હતી અને વ્યાજ સહિતના પૈસા ચૂકવી દીધેલ હોવા છતાં પણ યેનકેન પ્રકારે આરોપીઓ દ્વારા ફરિયાદીના ભાઈ નિલેશભાઈને હેરાન કરવામાં આવતા હતા જેથી વ્યાજખોરોના ત્રાંસથી કંટાળીને નિલેશભાઈએ પોતે પોતાની ઓફિસની અંદર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ ગુનાની તપાસ કરી રહેલા આધિકારી દ્વારા આરોપી મયુરસિંહ બહાદુરસિંહ સરવૈયા (53) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ સામાકાંઠે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને અન્ય આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.






Latest News