મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે વીસનાલા નજીક બાવળની કાંટમાં અજાણ્યા વૃદ્ધે ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE









વાંકાનેરના ઢુવા પાસે વીસનાલા નજીક બાવળની કાંટમાં અજાણ્યા વૃદ્ધે ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં વીસનાલા નજીક આવેલ સુરાપુરાના મંદિર પાસે બાવળની કાટમાં કોઈ અજાણ્યા 60 થી 65 વર્ષના વૃદ્ધે પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ ઢુવા ગામની સીમમાં વિસનાલા પાસે ઝાલા ઇન્દ્રજીતસિંહ અજીતસિંહની વાડીમાં આવેલ ભરવાડના સુરાપુરાના મંદિર પાસે બાવળની કાંટમાં કોઈ અજાણ્યા 60 થી 65 વર્ષના વૃદ્ધે કોઈપણ કારણોસર પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક વૃદ્ધના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની રૂપસિંગભાઈ પરથીભાઇ ચૌહાણ (42) રહે. જુના ઢુવા ગામ વાંકાનેર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને મૃતકની ઓળખ મેળવવા માટે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

મોરબીમાં ગાંધી ચોક પાસે વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી આરીફ મુસ્તાકભાઈ (44) રહે. મકરાણીવાસ સબજેલ પાછળ મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 350 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

વરલી જુગાર

વાંકાનેર તાલુકાના માટેલ નજીક અમરધામ રોડ ઉપર રોજવુડ કારખાના પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દિલીપભાઈ કાંતિલાલ મહેતા (37) રહે. અમરધામ પાસે માટેલ વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 330 ની રોકડ કબ્જે કરીને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News