મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટ મેઇન રોડેથી 48 બોટલ દારૂ ભરેલ રિક્ષા સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ


SHARE



































મોરબીના લાતી પ્લોટ મેઇન રોડેથી 48 બોટલ દારૂ ભરેલ રિક્ષા સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ

મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપર શેરી નં-12 પાસેથી પસાર થતી સીએનજી રીક્ષાને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને તે રીક્ષાને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની 48 બોટલો મળી આવી હતી જેથી પોલીસે રિક્ષા અને દારૂ મળીને 84 હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં એક શખ્સની ધરપકડ કરી છે અને દારૂ આપનારનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નં- 12 પાસેથી પસાર થતી સીએનજી રીક્ષા નંબર જીજે 3 એ એક્સ 3715 ને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે તે રીક્ષામાંથી દારૂની 48 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 60,000 ની કિંમતની રીક્ષા તથા 24,000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો આમ કુલ મળીને 84 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી ઉમેશભાઈ રમજુભાઈ ચાનિયા રહે. લાતી પ્લોટ શેરી નં- 11-12 વચ્ચે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન દારૂનો આ જથ્થો તેણે તોફિકભાઈ દાઉદભાઈ ચાનિયા રહે. લાતી પ્લોટ શેરી નં-12 મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે બંને શખ્સની સામે ગુનો નોંધીને દારૂ આપનાર શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.


















Latest News