મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી નજીક ઈંટના ભઠ્ઠામાં કામ કરતાં મજૂર બાબતે દંપતી ઉપર છરી-ધોકા વડે જીવલેણ હુમલો


SHARE









મોરબી નજીક ઈંટના ભઠ્ઠામાં કામ કરતાં મજૂર બાબતે દંપતી ઉપર છરી-ધોકા વડે જીવલેણ હુમલો

મોરબીના ધુતારી વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠે કામ કરતા દંપતીને ત્યાં કામ કરતા મજૂરો બાબતે બાજુમાં જ ઈંટોનો ભઠ્ઠો ધરાવતા શખ્સ સહિતના અન્ય શખ્સો દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી અને ત્યાર બાદ યુવાન ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરીને માથામાં મારમારીને ગંભીર ઇજા કરી હતી અને યુવાનને બચાવવા માટે વચ્ચે પડેલ તેની પત્નીને સાથળના ભાગે છરીનો ઘા માર્યો હતો તેમજ દંપતીને મારી નાખવાની ધમકી આપી હતી ત્યાર બાદ આસપાસના લોકો આવી જતાં હુમલાખોર ભાગી ગયા હતા અને દંપતિને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં યુવાનને માથામાં ચાર ટાંકા અને તેની પત્નીને સાથળે આઠ ટાંકા આવ્યા હતા જેથી ભોગ બનેલ યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતિ પ્રમાણે મોરબીના વાવડી રોડ પર આવેલ રવિ પાર્ક સોસાયટી શેરી નં-2 માં રહેતા મનસુખભાઈ જગદીશભાઈ ભલછોડ (40) નામના યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દામજીભાઈ ઉર્ફે ટીનો જીવરાજભાઈ મંડલી રહે. ગાયત્રી નગર વાવડી રોડ મોરબી, રેખાબેન દામજીભાઈ મંડલી રહે. ગાયત્રીનગર વાવડી રોડ મોરબી, દામજીભાઈની સાળી અલ્પાબેન તથા ઇમરાનભાઈ રિક્ષાવાળા રહે. ગાયત્રીનગર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ પોતાના પત્ની સાથે નવલખી રોડ ઉપર ધુતારી વિસ્તારમાં નેકક્ષે સિનેમા સામેના ભાગમાં આવેલ ઈંટોના ભઠ્ઠે હાલમાં ત્યાં કામ કરતાં મજૂરો કામ કરી રહયા હતા ત્યારે દામજીભાઈ  સહિતના ત્યાં આવ્યા હતા અને આ મજૂરો છેલ્લે આરોપીના ઈંટોના ભઠ્ઠામાં કામ કરતાં હતા જેથી મજૂર બાબતે જેમ ફાવે તેમ ફરિયાદી તથા તેના પત્નીને ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ દામજીભાઈએ લાકડાના ધોકા વડે ફરિયાદી યુવાનને માથામાં માર માર્યો હોવાથી તેને માથામાં ફૂટ થઈ ગઈ હતી અને ફરિયાદીના પત્ની શિલ્પાબેન ફરિયાદીને બચાવવા માટે થઈને વચ્ચે પડતા તેઓને સાથળના ભાગે ઇમરાન રિક્ષાવાળાએ છરીનો એક સાથળના ભાગે ઘા મારી દીધો હતો જેથી તેઓને ગંભરી ઇજા થયેલ હતી અને ફરિયાદી તથા તેના પત્નીને મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ઇજા પામેલ દંપતીને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં મનસુખભાઈને માથાના ભાગે ચાર ટાંકા તથા તેના પત્નીને સાથળના ભાગે આઠ ટાંકા આવ્યા હતા અને ત્યારબાદ મનસુખભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News