મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં નવલખી ફાટક પાસેથી દારૂ ભરેલ ગાડી સાથે મહિલા પકડાઈ, 4.30 લાખનો મુદામાલ કબ્જે: એક આરોપીની શોધખોળ


SHARE









મોરબીમાં નવલખી ફાટક પાસેથી દારૂ ભરેલ ગાડી સાથે મહિલા પકડાઈ, 4.30 લાખનો મુદામાલ કબ્જે: એક આરોપીની શોધખોળ

મોરબીના નવલખી રોડ ઉપરથી દારૂ ભરેલ ગાડી પસાર થવાની છે તેવી બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં વોચ રાખી હતી અને મળેલ બાતમી મુજબની ગાડી ત્યાંથી નીકળતા પોલીસ તે ગાડીને રોકી હતી અને તે ગાડીમાં ચેક કર્યું તો તેમાંથી 650 લિટર દેશી દારૂ મળી આવેલ હતો જેથી પોલીસે દારૂ અને ગાડી મળીને 4.30 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને એક મહિલા બુટલેગરને પકડવામાં આવેલ છે જો કે, કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની પૂછપરછ કરીને તેના વાલીને સોંપી દેવામાં આવેલ છે.

મોરબી જીલ્લામા દારૂ તથા જુગારની બદી દુર કરવા માટે એસપી તરફથી અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે તેવામાં મોરબી બી ડિવિઝનના પીઆઇ એન.એ.વસાવાની સૂચના મુજબ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો તેવામાં ડીવાયએસપી પી.એ.ઝાલાને મળેલ બાતમી આધારે સ્ટાફ વોચમાં હતો તેવામાં મોરબીના નવલખી ફાટક પાસેથી મહિન્દ્રા કંપનીની ઝાઇલો ગાડી નં. જીજે 3 સીઆર 7639 લઈને નીકળતા તે ગાડીને રોકવામાં આવી હતી અને તેમાંથી 650 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવેલ હતો જેથી કરીને 1.30 લાખનો દારૂ તેમજ 3 લાખની ગાડી આમ કુલ મળીને 4.30 લાખનો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો અને આરોપી મહિલા બુટલેગર મુમ્તાઝબેન ઇસ્લામુદીન જામ (22) રહે. માળીયા વનાળીયા સોસાયટી સોઓરડી મોરબી વાળીની ધરપકડ કરી હતી અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ 17 વર્ષનો કિશોર મળી આવેલ હતો જેની પૂછપરછ કરીને તેના વાલીને સોંપી દેવામાં આવ્યો હતો. અને પકડાયેલ મહિલા આરોપી પાસેથી હુશેનભાઇ રહે, સુરજબારી તાલુકો સામખીયારી વાળાનું નામ સામે આવ્યું છે જેથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે. આ કામગીરી પીઆઇ એન.એ.વસાવાની સૂચના મુજબ જગદિશભાઇ ડાંગર, સંજયભાઇ રાઠોડ, વિજયભાઇ બાર, રાજેશભાઇ ડાંગર, હિતેષભાઇ મકવાણા, ભાવેશભાઇ કોટા, રાજપાલસિંહ જાડેજા, વિપુલભાઇ બાલસરા, દેવાયતભાઇ રાઠોડ તથા પ્રિયંકાબેન પૈજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.




Latest News