મોરબીના લીલાપર રોડે પેપર મિલમાં લોડર ચાલકે હડફેટે લેતા બે વર્ષના માસૂમ બાળકનું મોત
મોરબીમાં યુવાને નોંધાવેલ ફરિયાદમાં વધુ એક વ્યાજખોરની ધરપકડ
SHARE
મોરબીમાં યુવાને નોંધાવેલ ફરિયાદમાં વધુ એક વ્યાજખોરની ધરપકડ
મોરબીના ઉમિયા સર્કલ નજીક આવેલ ન્યુ ગોકુલ મથુરા સોસાયટીમાં રહેતા વેપારી યુવાને પોતાના ફ્લેટ અને કારના હપ્તા ચડી ગયા હોવાથી તે રકમ ભરવા માટે જુદા જુદા વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલા હતા અને તેની સામે લાકડા જેવું વ્યાજ ચૂકવામાં આવતું હતું તેમ છતાં પણ વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા જતાં જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે.
મોરબીના ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ વચ્ચેના ભાગમાં આવેલ ન્યુ ગોકુલ મથુરા સોસાયટીમાં ગીતાંજલિ એપાર્ટમેન્ટ ખાતે રહેતા દેવકુમાર ચેતનભાઇ સોરીયાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જયરાજભાઇ લોહાણા, દેવ લોહાણા, હિમેશભાઈ ખમીજા, વિશાલભાઈ, વિશાલ બોરીચા, સાગર બારડ, સઇદ અકરમ કાદરી, મહારાજ અને અફ્રીદ શેખ સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે ફરિયાદી યુવાનને તેના ફ્લેટ અને વેન્યુ ગાડીના હપ્તા ભરવા માટે થઈને રૂપિયાની જરૂરિયાત હતી જેથી કરીને તેણે વ્યાજે રૂપિયા લીધેલ હતા અને ત્યાર બાદ તે વ્યાજના ચક્રમાં ફસાયો હતો જેથી તેની પાસેથી કાર અને સ્કૂટર પણ વ્યાજખોરોએ પડાવી લીધા હતા જેથી કરીને ભોગ બનેલા યુવાને કુલ મળીને નવ શખ્સોની સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં પહેલા પોલીસે પાંચ આરોપીઓને પકડ્યા હતા અને આ ગુનામાં વધુ એક આરોપી હિમેશભાઈ પ્રકાશભાઈ ખમીજા (18) રહે. આનંદનગર પાપજી ફર્ન વર્લ્ડ પાછળ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. અને અત્યાર સુધીમાં આ ગુનામાં કુલ 6 આરોપી પકડાયેલ છે અને હજુ ત્રણ આરોપીને પકડવાના બાકી છે.
અકસ્માતમાં ઇજા
સુરેન્દ્રનગરના રામરાજપરના રહેવાસી જયેશભાઈ બાબુભાઈ પટેલ (28) નામનો યુવાન મોરબીમાં શક્તિ ચોક પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઈક આડે ગાય આવી હતી જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે