મોરબીના લાલપર નજીક બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનારા આઇસર ચાલકની ધરપકડ
SHARE
મોરબીના લાલપર નજીક બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનારા આઇસર ચાલકની ધરપકડ
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે પાવરહાઉસ નજીક સર્વિસ રોડ ઉપરથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહયું હતું ત્યારે આઇસરના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ઉપર બેઠેલા યુપીના બે યુવાનોને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તે બંને યુવાનોના મોત નિપજ્યાં હતા અને પોલીસે ફરિયાદ લઈને આ ગુનામાં આઇસરના ચાલકની ધરપકડ કરી છે
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના લાલપર ગામ નજીક આવેલા પાવરહાઉસ પાસેથી સર્વિસ રોડ ઉપરથી જાબુડિયા ગામ તરફ જઈ રહેલા જી.જે. ૩૬ ટી ૯૫૯૬ નંબરના આઇસરના ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લીધું હતુ જેથી કરીને બાઈક ચાલક વિજય રામચંદ્ર ગુપ્તા (ઉ.૩૬) નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જો કે, તેની સાથે બાઇક ઉપર બેઠેલ રામસિંગ નામના યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું રાજકોટ ખાતે સારવારમાં મોત નીપજયું છે જેથી કરીને અકસ્માતના આ બનાવમાં મૃતક રામસિંગ બાલારામ ભીલના કૌટુંબિક સાળા રાકેશભાઈ બદ્રિલાલા ચૌહાણ દ્વારા આઇસરના ચાલકની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હત જેના આધારે પોલીસે હાલમાં આરોપી મૌનિક કિરીટભાઇ મેજડિયા (૧૯) રહે. લીલાપર વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે