મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના સોખડા પાસે સર્જાયેલા અકસ્માતમાં આરોપીની ધરપકડ


SHARE









મોરબીના સોખડા પાસે સર્જાયેલા અકસ્માતમાં આરોપીની ધરપકડ

મોરબીનાં સોખડા ગામના પાટીયાથી સોખડા ગામ તરફ જતા રસ્ત ઉપરથી થોડા દિવસો પહેલા ડબલ સવારી બાઇક જતું હતું ત્યારે રસ્તા વચ્ચે રોજડુ આડું ઉતર્યું હતું જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને બાઈકમાં બેઠેલા બંને વ્યક્તિઓને નાના મોટી ઇજાઓ થઈ હતી અને ઇજા પામેલા ઍક યુવાનનું સારવારમાં મોત નીપજયું હતું જેથી મૃતકના ભાઈએ બાઈકના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીની હાલમાં ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં સોખડા ગામે રહેતા રઘુવીર ઉર્ફે રઘુભા નટુભા બળદા જાતે ગઢવી (ઉ.૪૨)એ મોટરસાઇકલ નં. જીજે ૩૬ એન ૩૮૯૧ ના ચાલક રવુભા દેવરાજભા બળદા રહે. સોખડા વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ગત તા.૧૯/૧૦ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં આરોપી રવુભા દેવરાજભા બળદા  પોતાનું મોટરસાઇકલ લઈને ગામ તરફ જતાં હતા ત્યારે તેના બાઈકમાં ફરિયાદીના ભાઈ ભીખુભા નટુભા પણ બેઠેલા હતા અને ત્યારે આરોપીએ બેફીકરાઇથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને રોડમા રોજડુ આડુ ઉતરતા મોટરસાઇકલ ઉપરથી આરોપીએ કાબુ ગુમાવ્યો હતો જેથી કરીને મોટરસાઇકલ સ્લીપ થઇ જતા બંનેને ઇજાઓ થઈ હતી જેમાં ફરિયાદીના ભાઈ ભીખુભા નટુભાને શરીરે વધુ ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર દરમ્યાન ફરીયાદીના ભાઇનુ મોત નીપજયું છે જેથી કરીને પોલીસે ઇ.પી.કો કલમ- ૨૭૯, ૩૩૭, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ- ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે રવુભા દેવરાજભા બળદા
(૩૪) રહે. સોખડા વાળાની ધરપકડ કરેલ છે




Latest News