મોરબી જિલ્લામાં ચૂંટણીને લઈને સરકારી આરામગૃહોના ઉપયોગ પર નિયંત્રણ મૂકયો
મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ સમૂહલગ્નનું આયોજન
SHARE
મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ સમૂહલગ્નનું આયોજન
મોરબી દશનામ ગોસ્વામી મંડળ દ્વારા સમયાંતરે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા. ૨૭/૨/૨૨ ના રોજ તૃતીય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહલગ્નમાં ભાગ લેનાર વર કન્યા બંનેમાંથી એક મોરબી જીલ્લાના હોવા જોઈએ
આ સમૂહલગ્નમાં જોડાવવા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૧/૧૨ રાખવામા આવી છે અને ત્યાં સુધીમાં વર કન્યાના વાલીઓએ શિવ ડીઝીટલ સ્ટુડિયો તેજશભાઈ ગોસ્વામી, જુના મહાજન ચોક ખાતે નામ નોંધણી કરાવી લેવા જણાવ્યુ છે અને વધુમાં સમૂહલગ્નમાં કરીયાવરની વસ્તુ કે રોકડનું દાન આપવા મંડળનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે વધુ માહિતી માટે ૯૮૭૯૫ ૯૦૧૪૬ અને ૯૯૧૩૮ ૯૬૯૧૭ ઉપર સંપર્ક કરવાનો રહેશે અને આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે અમિતગીરી અને તેજશગીરી સહિત યુવા મંડળના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે