મોરબી અને હળવદ તાલુકા પંચાયતમાં કાયમી ટીડીઓ મુકાયા
SHARE
મોરબી અને હળવદ તાલુકા પંચાયતમાં કાયમી ટીડીઓ મુકાયા
મોરબી જિલ્લામાં આવેલ હળવદ અને મોરબી તાલુકા પંચાયત કચેરીમાં ટીડીઓની જગ્યા ખાલી હતી જેથી કરીને ઈન્ચાર્જ અધિકારીને મૂકીને કચેરીના રૂટિન કામનું ગાડું ગબડાવતા હતા જોકે હાલમાં સરકાર દ્વારા રાજ્યમાં છ ટીડીઓની બદલી કરવામાં આવે છે તેમાં મોરબી અને હળવદ તાલુકા પંચાયતમાં કાયમી ટીડીઓની નિમણૂક કરવામાં આવી છે
એક બાજુ સમગ્ર ગુજરાતની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કવાયતા ચાલી રહી છે ત્યારે બીજી બાજુ તાલુકા પંચાયતની અંદર ટીડીઓની જગ્યા ખાલી હોય ત્યાં અધિકારી મુકવા માટે તાજેતરમાં સરકાર દ્વારા હુકમ કરવામાં આવેલ છે તેમાં મોરબી જિલ્લાની અંદર હળવદ અને મોરબી તાલુકા પંચાયત કચેરીમાં ઇન્ચાર્જ અધિકારી મૂકીને કામ કરવામાં આવી રહ્યું હતું જો કે, હાલમાં રાજ્ય સરકાર દ્વારા કુલ મળીને ૬ ટીડીઓની બદલી કરવામાં આવી છે અને મોરબી તથા હળવદ તાલુકા પંચાયતમાં અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલ છે જેમાં હળવદ તાલુકા પંચાયતમાં તરીકે ગોવિંદભાઈ બળદેવભાઈ ચૌધરીને મૂકવામાં આવ્યા છે જ્યારે મોરબી તાલુકા પંચાયતમાં રિડિઓ તરીકે દીપા હસમુખભાઈ કોટક્ને મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે