હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં ગાંધીચોક-અવની ચોકડી પાસેથી એક-એક બાઈકની ચોરી


SHARE



































મોરબીમાં ગાંધીચોક-અવની ચોકડી પાસેથી એક-એક બાઈકની ચોરી

મોરબીમાં ગાંધી ચોક પાસે અને અવની ચોકડી નજીક પાર્ક કરવામાં આવેલા જુદા જુદા બે બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી બાઈકના માલિકો દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીના રવાપર નજીક આવેલ રવાપર રેસીડેન્સીમાં દેવર રત્ન એપાર્ટમેન્ટ બ્લોક નંબર-803 માં રહેતા સાગરભાઇ રસિકભાઈ સાપરિયા (36)એ વાહન ચોરીની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના ગાંધી ચોક પાસે આવેલ રામ રસ નજીક તેણે પોતાનું બાઈક નંબર જીજે 5 જીઈ 3312 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 25,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આવી જ રીતે મોરબીના રવાપર રોડ ઉપર ગીતા પાન વાળી શેરીમાં છઠ્ઠા માળે રહેતા કિશનકુમાર દિલીપભાઈ ગામી (29)એ વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે મોરબીમાં અવની ચોકડી પાસે આવેલ પૂજા પાન સામે તેણે પોતાનું બાઇક નંબર જીજે 36 એએમ 5910 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી કરીને 95,000 રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે


















Latest News