મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક નેશનલ હાઈવે ઉપર બંધ ટ્રક પાછળ એક્ટિવા અથડાતાં યુવાનને માથામાં હેમરેજ


SHARE









માળીયા (મી) નજીક નેશનલ હાઈવે ઉપર બંધ ટ્રક પાછળ એક્ટિવા અથડાતાં યુવાનને માથામાં હેમરેજ

મોરબી કચ્છ નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપથી આગળના ભાગમાં રેલવેના ઓવરબ્રિજ પાસે ટ્રક ચાલકે પોતાનો ટ્રકમાં ઉભો રાખ્યો હતો તેની પાછળના ભાગે એક્ટિવા અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનને માથામાં હેમરેજ તથા ડાબી આંખની નીચે તથા ડાબા હાથની કોણીના ભાગે ફ્રેકચર જેવી ઈજાઓ થયેલ છે જેથી યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને ત્યાર બાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે માળીયા મીયાણા ભીમસર વાઢ અજમેરી હોટલ પાછળના ભાગમાં રહેતા સમીરભાઈ વલીમહમદભાઈ જેડા (24)એ ટ્રક નંબર જીજે 39 ટીએ 1124 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ સ્વાગત પેટ્રોલ પંપ પાસેથી તે પોતાનું એકટીવા નંબર જીજે 36 એ કયું 1157 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે પોતાનો ટ્રક ત્યાં ઉભો રાખ્યો હતો અને ત્યાં કોઈપણ પ્રકારની આડસ કે સિગ્નલ રાખવામાં આવ્યું ન હતું દરમ્યાન ફરિયાદીનું એકટીવા ટ્રકની પાછળના ભાગમાં અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદી યુવાનને માથામાં હેમરાજમ ડાબી આંખની નીચે અને ડાબા હાથની કોણીના ભાગે ફ્રેકચર જેવી ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News