મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

તંત્ર બેદરકારી: મોરબીમાં વિદ્યાર્થીઓને તાલીમ માટે અપાયેલ આર્મીની બે ટેન્ક-રજવાડાના સમયથી તોપ ભંગાર બની ગઈ !


SHARE







તંત્ર બેદરકારી: મોરબીમાં વિદ્યાર્થીઓને તાલીમ માટે અપાયેલ આર્મીની બે ટેન્ક-રજવાડાના સમયથી તોપ ભંગાર બની ગઈ !

દેશના સીમાળાઓને સુરક્ષિત રાખવા માટે આર્મી દ્વારા ઉપયોગમાં લેવામાં ટેન્ક સહિતના હથિયારો જો ક્ષતિગ્રસ્ત થયા હોય તો તે હથિયારને એનસીસીના વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે આવી જ રીતે મોરબીમાં એનસીસીના વિદ્યાર્થીઓને તાલીમ માટે વર્ષો પહેલા આપવામાં આવેલ બે ટેન્ક જવાબદાર તંત્ર દ્વારા બેદરકારીના લીધે આજની તારીખે ભંગાર બની ગયેલ છે તેવી જ રીતે રજવાડાના સમયની એક તોપ મળી હતી જે કલેક્ટર કચેરીના પટાંગણમાં ધૂળ ખાઈ છે.

વર્ષો પહેલા જે ટેન્કનો ઉપયોગ કરીને દુશમન દેશના દાંત ખાટા કરી નાખ્યા હતા તે ટેન્ક આજની તારીખે ખરેખર હેરિટેજની જેમ રાખવી જોઈએ પરંતુ જવાબદાર અધિકારીઓની બેદરકારીના લીધે ભંગારમાં કચરાના ઢગલા વધે તે ધૂળ ખાઈ છે. આ વાત સાંભળીને ખરેખર સેનાના જવાનો અને નાગરિકોને જાટકો લાગશે પરંતુ આ વાત સાચી છે. મોરબીમાં વેજીટેબલ રોડ ઉપર એનસીસી કમ્પાઉન્ડ આવેલ છે. ત્યાં દેશની આર્મી યુધ્ધમાં ઉપયોગમાં લીધેલ બે ટેન્ક છેલ્લા 55 વર્ષથી મૂકવામાં આવેલ છે જે ભંગારની જેમ સડી રહી છે. તેવી માહિતી મોરબી એનસીસીના નિવૃત કમાન્ડર એમ.જે. મારુતિએ આપી હતી

મોરબીમાં વર્ષ 1963 થી 65 ના સમયગાળા દરમિયાન આ બંને ટેન્ક આર્મી દ્વારા મોરબી એનસીસીને આપવામાં આવી હતી અને મોરબી એલ.ઇ. કોલેજમાં અભ્યાસ કરવા માટે થઈને આવતા વિદ્યાર્થીઓને એનસીસીની તાલીમ માટે થઈને આ ટેન્કનો ઉપયોગ કરવામાં આવતો હતો જો કેવર્ષ 1975 ની આસપાસ મોરબીમાં એનસીસીનો વિભાગ બંધ કરીને મોરબીમાં જે 36-એનસીસી બટાલિયન કાર્યરત હતી તેને જામનગર ખાતે 26-એનસીસી બટાલિયનમાં મર્જ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ આ બંને ટેન્કની દરકાર કોઈના દ્વારા લેવામાં આવી ન હતી અને આજની તારીખે બંને ટેન્ક ભંગારની જેમ ઉકરડામાં પડેલી જોવા મળે છે.

આવી જ રીતે મોરબીના નગર દરવાજા ચોક જુના બાંધકામને તોડીને ખોદકામ કરવામાં આવતું હતું ત્યારે એપ્રિલ-2023 માં ત્યાંથી રાજાશાહી વખતની એક તોપ મળી આવી હતી અને જે તે સમયે તે તોપને કલેક્ટર કચેરીએ લઈ ગયા હતા અને પુરાતત્વ વિભાગને જાણ કરવાની વાતો કરી હતો જો કેમોરબીમાં ઐતિહાસિક વારસાની જાળવણી રાખવામા સ્થાનિક અધિકારીઓ, નેતાઓ અને તંત્ર બેદરકાર હોવાનો આ જીવતો જાગતો પુરાવો છે. જો કે, કલેકટર કે.બી.ઝવેરીએ કહ્યું છે કે, આ ટેન્કની સીધી જવાબદારી વહીવટી તંત્રની આવતી નથી પરંતુ ગ્રૂપ કમાન્ડન્ટ ડી.એચ. કોલેજ રાજકોટ ખાતે કાર્યરત છે તેમણે પત્ર લખીને ટેન્કની યોગે વ્યવસ્થા કરવા માટે કહેવામા આવશે.

મોરબીના એનસીસી કમ્પાઉન્ડમાં પડેલી આ બંને ટેન્ક અંદાજે 55 વર્ષ જૂની છે અને દેશના સીમાડાની રક્ષા માટે તેનો ઉપયોગ કરવામાં આવેલ હતો તેવી જ રીતે મોરબીમાં નહેરુ ગેઇટ ચોક પાસે દીવાલના ખોદકામ સમયે એક ટોપ મળી આવી હતી જે બંને વસ્તુઓને હેરિટેજની જેમ સંચવીને રાખવાના બદલે જવાબદાર અધિકારી અને તંત્રની બેદરકારીના લીધે બંને વસ્તુ ભંગાર બની રહે છે અને સડી રહી છે ત્યારે ખરેખર તેના માટેની યોગ્ય વ્યવસ્થા કયારે કરવામાં આસવ્હે તે તો આગામી સમય જ બતાવશે.






Latest News