મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો
Breaking news
Morbi Today

મોરબી નવલખી હાઈવે પર માતેલા સાંઢની જેમ ચાલતા ટ્રકો ઉપર પ્રતિબંધ લગાવવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ


SHARE







મોરબી નવલખી હાઈવે પર માતેલા સાંઢની જેમ ચાલતા ટ્રકો ઉપર પ્રતિબંધ લગાવવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ

મોરબી નવલખી બંદર ઈન્ડોનેશિયા કોલસાનું હબ ગણાય છે.આ ઈન્ડોનેશિયા કોલસા નવલખી બંદરથી મોરબીમાં અનેક જગ્યાએ કોલસો સપ્લાય થાય છે.આ કોલસો સપ્લાય કરવામાં માટે નવલખી રોડ ઉપર ખુલ્લા ટ્રક ખુબ જ પ્રમાણમાં અવરજવર કરે છે.આ ખુલ્લા ટ્રકોમાંથી ખૂબ જ પ્રમાણમાં કોલસો રોડ ઉપર પડે છે.જેનાં લીધે તે રોડ ઉપર અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાય છે.

આ રોડ ઉપરથી મોટરસાયકલ જેવા વહાનો ચલાવવા જીવના જોખમ સમાન છે.આ ખુલ્લા ટ્રક ઓવરલોડ અને ફુલ સ્પીડમાં ચલાવતા તે રોડ ઉપર પસાર થવું મુશ્કેલ પડે છે.આ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી રમેશભાઈ સદાતીયા કે જેઓ આ રોડ ઉપરના જ ખાખરાળા ગામના વતની છે તેમના દ્વારા તંત્ર અને આરટીઓ સહીત અનેક વિભાગમાં રજુઆતો કરી હતી.જેમાં આ ઓવર લોડ વાહનોને  આરટીઓ દ્વારા કેમ નજરઅંદાજ કરવામાં આવે છે ? ક્યાંક આરટીઓ અધીકારી હપ્તા લેતા હશે ? શું ભાજપના હોદ્દેદારો કે નેતાઓના આ ટ્રક હશે ? જેથી જવાબદાર અધિકારીઓ પગલાં નહીં લેતા હોય. ? મોરબી જિલ્લાના ચુંટાયેલા પ્રતિનિધિઓ અને ગામના આગેવાનો કેમ મુક પ્રેક્ષક બનીને બેઠા છે.? શું આ લોકોની પણ મીલીભગત હશે ? આવા અનેક આક્ષેપો આપના હોદેદારોએ કર્યા છે અને સાથે સાથે ચીમકી ઉચ્ચારી છે કે જો આ માતેલા સાંઢની જેમ દોડતા ટ્રકો બંધ નહીં થાય તો ત્યાંનાં ગામડાનાં લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.જો કોઈ અનીચ્છનીય બનાવ બને તો તેની તમામ જવાબદારી લગત તંત્રની રહેશે.






Latest News