હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

હળવદમાં અગાઉ થયેલ માથાકૂટનું મનદુખ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ પાઇપ-ઢીકાપાટુનો મારમાર્યો


SHARE



































હળવદમાં અગાઉ થયેલ માથાકૂટનું મનદુખ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ પાઇપ-ઢીકાપાટુનો મારમાર્યો

હળવદમાં રહેતા યુવાનના પિતા સાથે અગાઉ થયેલ માથાકૂટનું મનદુખ રાખીને ત્રણ શખ્સો દ્વારા યુવાનને રસ્તામાં રોકીને ગાળો આપવામાં આવી હતી તથા લોખંડના પાઇપ તથા ઢીકાપાટુ વડે તેને માર મારવામાં આવ્યો હતો જેથી યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદમાં બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં રહેતા પ્રકાશભાઈ મગનભાઈ પરમાર (35)એ હાલમાં જયેશભાઈ કાળુભાઈ પરમાર, મોહિત પરમાર અને અમન પરમાર રહે. ત્રણેય બસ સ્ટેશન પાછળ હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના પિતાને અગાઉ તેના ભાઈ સાથે માથાકૂટ થયેલ હતી જે બાબતનું મનદુખ રાખીને ફરિયાદી જ્યારે સખી ફ્લોર મિલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની સાથે જયેશભાઈ કાળુભાઈ પરમારે બોલાચાલી અને જપાજપી કરી હતી અને ગાળો આપીને લોખંડના પાઇપ વડે માથામાં મારમાર્યો હતો તથા મોહિત અને અમને ગાળો આપીને મારમારીને ઇજા કરી હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાઇક સ્લીપ થતાં ઇજા

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે રહેતો અજય આંબાભાઈ નકુમ (25) નામનો યુવાન નવલખી રોડ ઉપર પરશુરામ ધામ નજીકથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

ઝેરી દવા પીધી

મોરબીના લીલાપર ગામે રહેતા પ્રશાંત ખીમજીભાઈ ડાભી (21) નામનો યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આધેડને ઇજા થતાં સારવારમાં

મોરબીના ગાળા ગામ પાસે કે.ડી. માઇક્રોન ખાતે રહેતા અને કામ કરતા જયપ્રકાશ રામઅવધ મિશ્રા (52) નામના આધેડને કામગીરી દરમિયાન લોખંડની પ્લેટ વાગી જવાના કારણે ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારે તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.


















Latest News