મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર નજીક કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં બાળકને માથામાં હેમરેજ


SHARE













મોરબીના મહેન્દ્રનગર નજીક કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં બાળકને માથામાં હેમરેજ

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતો યુવાન પોતાની દીકરી અને ભાણેજ સાથે ગોલા ખાઈને પરત આવી રહ્યો હતો ત્યારે રોડ ક્રોસ કરતા સમયે અજાણી કારના ચાલકે યુવાનના ભાણેજને હડફેટે લેતા બાળકને માથામાં હેમરેજ સહિત શરીરે ગંભીર ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને કાર ચાલક પોતાની કાર લઈને નાશી ગયો હતો જેથી કરીને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણી કાલના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મૂળ જીવાપર (ચ)ના રહેવાસી અને હાલમાં મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે પીપળી રોડ પર આવેલ હરિગુણ રેસીડેન્સીમાં રાજધીર પેલેસ ડી-210 માં રહેતા પરેશભાઈ નરશીભાઈ કાલરીયા (40)અજાણી સફેદ કલરની કારના ચાલત સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે મહેન્દ્રનગર ચોકડી પાસે હરિગુણ રેસીડેન્સી નજીક તેઓ પોતાની દીકરી અંજલી અને ભાણેજ યુગ સાથે ગોલા ખાવા માટે ગયા હતા અને ત્યાંથી તેઓ પરત આવી રહ્યા હતા અને રોડ ક્રોસ કરતા હતા ત્યારે કોઈ અજાણી સફેદ કલરની કારના ચાલકે ફરિયાદીના ભાણેજ યુગને હડફેટ લેતા યુગ (11)ને માથામાં હેમરેજ અને શરીરે નાના મોટી ઇજાઓ થઈ હતી અને અકસ્માત કરીને કાર ચાલક પોલતાની કાર લઈને નાસી ગયો હતો જેથી હાલમાં બાળકના મામાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વૃદ્ધા સારવારમાં

મોરબીના સોઓરડી વિસ્તારમાં રામદેવપીરના મંદિર પાસે રહેતા તખુબેન કુકાભાઈ ભરવાડ (72) નામના વૃદ્ધા ધાંગધ્રા તાલુકાના સોડી ગામ પાસે તળાવ નજીકથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થતા ત્યારે બાઈકની આડે ગાય આવી હતી જેથી તેઓ બાઈકમાંથી નીચે પડી જતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હત

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ઘુટુ ગામ પાસે આવેલ હરિઓમ પાર્ક ખાતે રહેતા રમકુબેન અખારામ ચૌધરી (25) અને ડિમ્પલબેન નરવતભાઈ ચૌધરી (25) નામના બે મહિલાઓ કાર લઈને જઈ રહી હતી દરમિયાન ટ્રક ચાલકે પાછળથી કારને ટક્કર મારતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંનેને જાઓ થહોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.




Latest News