મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

ઇનસ્ટાગ્રામથી સંર્પકમાં આવેલ શખ્સે માળીયા (મી) તાલુકાની સગીરાને ફોન ઉપર વાત કરવાનું દબાણ કરીને આપી ધમકી


SHARE













ઇનસ્ટાગ્રામથી સંર્પકમાં આવેલ શખ્સે માળીયા (મી) તાલુકાની સગીરાને ફોન ઉપર વાત કરવાનું દબાણ કરીને આપી ધમકી

માળીયા (મી) તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા પરિવારની સગીર દીકરી સાથે ઇનસ્ટાગ્રામથી સંર્પક કરીને તેની સાથે પરિચય કેળવીને ચેટિંગ તેમજ ફોન ઉપર વાતો શરૂ કરી હતી અને ત્યાર બાદસગીરાને ફોન ઉપર વાત કરવા માટે હેરાન પરેશાન કરવામાં આવતી હતી આટલું જ નહીં સગીરા ફોન ઉપર વાત ન કરે કે પછી તેનો ભાઈ તેને વાત કરવા ન દેતો હોય તો તેના હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી તથા સગીરા તે શખ્સને સમજાવવા માટે ગયેલ હતી ત્યારે તેને રૂબરૂમાં ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ સગીરાની માતાએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા બાદ અનેક ગુનાહિત ઘટનાઓ બની હોય તેવું અગાઉ ઘણી વખત સામે આવ્યું છે તેઓ જ એક બનાવ મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં સામે આવેલ છે જેમાં માળીયા (મી) તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની મહિલાએ હાલમાં મોરબીની પંચાસર ચોકડી પાસે વાડી વિસ્તારમાં રહેતા હાર્દિક નકુમ નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે આરોપીએ તેની સગીર દીકરી સાથે ઇનસ્ટાગ્રામથી સંર્પક કર્યો હતો અને ચેટિંગ કરીને ફોન ઉપર વાત કરતાં હતા અને ફરિયાદી અનુસૂચિત જાતિના હોવાનું આરોપી જાણતો હતો છતાં ફરિયાદીની સગીર દીકરીને ફોન ઉપર પોતાની સાથે વાત કરવા માટે ફરિયાદીની દીકરીને હેરાન પરેશાન કરતો હતો અને તે સગીરા ફોન ઉપર આરોપી સાથે વાત ન કરે કે તે સગીરાનો ભાઈ ફોનમાં વાત ન કરવા દે તો તેના ભાઈના હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી જેથી સગીરા આરોપીને સમજાવવા માટે જતા ત્યાં રૂબરૂમાં સગીરાને ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ સગીરાની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મારમારીમાં ઇજા

મોરબીના બાપાસ રોડ ઉપર આવેલ નેક્સેસ સિનેમા પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં પ્રવીણભાઈ સુડાભાઈ વાઘેલા (34) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. આવી જ રીતે મોરબીના જાંબુડીયા ગામ રહેતા સંજયભાઈ કાળુભાઈ ભરવાડીયા (40) નામના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News