મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના જોધપરમાં હોર્ન વગાડવાના ડખ્ખામાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખની કાર અને ઘરના કાચ તોડ્યા: સામસામી ફરિયાદ


SHARE











વાંકાનેરના જોધપરમાં હોર્ન વગાડવાના ડખ્ખામાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખની કાર અને ઘરના કાચ તોડ્યા: સામસામી ફરિયાદ

વાંકાનેર તાલુકાનાં જોધપર ગામે બજાર ઇકો ગાડી લઇ હોર્ન વગાડતા શખ્સને મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને તેના દીકરાએ હોર્ન વગાડવાની ના કહી હતી ત્યાર બાદ માથાકૂટ થઈ હતી જેમાં ભાજપના હોદેદારે મહિલા અને તેની દીકરીને ફડાકા માર્યા હતા અને તેના દીકરાએ ઇકો કારનો કાચ તોડી નાખ્યો હતો બાદમાં સામે વાળા લોકોએ જિલ્લા ભાજપના ઉપપ્રમુખના ઘરે જઈને તેની ગાડી અને ઘરના કાચને તોડી નાખ્યા હતા અને આ બનાવમાં હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં જોઘપર ગામે રહેતા ગાડુંભાઇ લખમણભાઇ ધરજીયા જાતે કોળી (ઉ.૬૦)એ હાલમાં મધુબેન ઉર્ફે બેબીબેન, આશાબેન બીપીનભાઇ, રોહીતભાઇ, મુના શીવા, ગોકળભાઇ અને બીપીનભાઇ શીવાભાઇ રહે. બધા જોધપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા ૩૦/૧૧ના રોજ રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં તેઓ પોતાના ઘરે હતા ત્યારે આરોપી બીપીનભાઇનો દિકરો ઉદય અનાવનવાર બજાર ઇકો ગાડી લઇ હોર્ન વગાડતો હતો જેથી તેને હોર્ન વગાડવાની ના પડતા હતા અને આરોપી ફરિયાદીના ઘર પાસે આવીને ગાળો આપી ઘરની બહાર આવવા માટે કહ્યું હતું અને તે ઘરની બહાર ન નીકળતા આરોપીઓએ તેના  મકાનની બારીના કાચ તોડી નાખ્યા હતા અને તેની વેગનઆર કાર નં. જી.જે. ૩ ડી.જી. ૭૬૮૬ વાળીના કાચ તોડી નુકશાની કરેલ હતી અને આરોપી બીપીનભાઇ હાથમાં છરી લઇ મારવા માટે આવ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસે આઇપીસી કલમ ૫૦૪, ૫૦૬ (૨), ૪૨૭, ૧૧૪ જી.પી.એકટ ૩૭ (૧), ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

તો સમાપક્ષેથી જોધપર ગામે કોળીવાસમાં મધુબેન બીપીનભાઇ દાદરેચા જાતે કોળી (ઉ.૪૦)ગાંડુભાઇ લખમણભાઇ ધરજીયા, જેરામ ઉર્ફે જેરો ગાંડુભાઇ પરાયા રહે. બન્ને જોધપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓએ તેઓને તેમજ તેના દીકરા ઉદયને શેરીમા હોર્ન વગાડવા બાબતે ઉભા રાખી જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ગાંડુભાઇએ તેઓને તેમજ તેની દીકરી આશાને ફડાકો માર્યો હતો અને જેરામે ફરિયાદીના પતિની ઇકો કાર નં જી.જે. ૩૬ એલ ૧૮૩૧ માં આગળના કાચમાં છુટો પથ્થર મારીને કાચ તોડી નાખ્યો હતો અને બન્ને આરોપીઓએ ફરિયાદી તેમજ તેના દીકરા અને દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસે હાલમાં આઇપીસી કલમ ૩૨૩, ૪૨૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News