મોરબી પાલિકામાં પ્રમુખ સ્વામીએ કર્મચારીને ગાળો ભાંડી ?: પ્રમુખે શોકોઝ નોટિસ માટે પત્ર લખ્યો !
મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે મોટી દુર્ઘટના સહેજમાં ટળી !
SHARE
મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે મોટી દુર્ઘટના સહેજમાં ટળી !
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે તેવામાં ગઇકાલે સાડા બારેક વાગ્યાના અરસામાં ઓવરબ્રિજ ઉપરથી પાણી ભરેલ ટેન્કર નીચે ખાબકયું હતું. જો કે, ટેન્કર નીચેથી પસાર થતાં સર્વિસ રોડ ઉપરથી જયારે પડ્યું ત્યારે જુદીજુદી શાળાઓ છૂટવાનો સમય હતો જેથી કરીને સ્કૂલની બસો સહિતના વાહનો ત્યાથી પસાર થઈ રહયા હતા પરંતુ ટેન્કર પડ્યું ત્યારે નીચેથી કોઈ વાહન કે વ્યક્તિ પસાર થતાં ન હતા જેથી કરીને મોટી દુર્ઘટના સહેજમાં ટાળી હતી જો કે, સર્વિસ રોડ સિંગલ પટ્ટીનો હોવાથી ત્યાં વાહનોના થપ્પા લાગી ગયા હતા અને ઉપરથી નીચે પડેલા ટેન્કરને ક્રેઇનની મદદથી રોડ સાઇડમાં ખસેડવામાં આવ્યું પછી ટ્રાફિક ક્લિયર થયો હતો મોરબીના ભક્તિનગર સર્કલ પાસે બનેલા અકસ્માતના બનાવમાં ટેન્કરના ચાલકને ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જો કે, અગાઉ આવી જ રીતે ટંકારા પાસે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે ત્યાં ટેન્કર લટલી ગયું હતું અને મિતાણા પાસે મિલરયું મશીન પાલતુ મારી ગયું હતું ત્યારે ઓવરબ્રિજની કામગીરીમાં કોન્ટ્રાકટરના માણસો બેદરકારી રાખતા હોવાથી તે નિર્દોષ વ્યક્તિ માટે ગમે ત્યારે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે જેથી કરીને જવાબદાર અધિકારીઓએ દ્વારા કામગીરીમાં ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે