પંજાબ ભાજપના સહ પ્રભારી કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા પંજાબના પ્રવાસે
SHARE
પંજાબ ભાજપના સહ પ્રભારી કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા પંજાબના પ્રવાસે
કચ્છ મોરબીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી કે જેઓને સૌરાષ્ટ્ર ઝોન અંતર્ગત ૧૧ જીલ્લાની જવાબદારી સોપવામાં આવી છે તેઓને હાલમાં પંજાબ ભાજપના સહ પ્રભારી તરીકેની જવાબદારી સોપવામાં આવી છે ત્યારે તેઓ પંજાબ રાજ્યની મુલાકાતે પહોચ્યા છે અને કિશાન મોરચા, મહિલા મોરચા, યુવા મોરચા, એસ.સી. મોરચા, ઓબીસી મોરચો અને માઈનોરીટી મોરચા સાથે બે દિવસ મીટીંગ કરીને સમીક્ષા બેઠક કરી હતી અને વિનોદભાઈ ચાવડાએ દરેક મોરચાનો ઉત્સાહ જોતા ખુબ સારા પરિણામો માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ત્યાર બાદ વિનોદભાઇ ભારત સરકારના રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવજીની મુલાકાતે પહોચ્યા હતા અને કચ્છ - મોરબીનાં રેલ્વેનાં વિવિધ પ્રશ્નો અને રેલ્વે સુવિધાઓ માટે રજૂઆતો કરી હતી