મોરબીમાં સાર્વજનિક ડીસ્પેન્સરી ખાતે કેન્સર નિદાન કેમ્પ યોજાશે
મોરબીમાં સિનીયર સીટીઝનનું સ્નેહમિલન, વ્યાખ્યાનમાળા તથા સામાન્ય જ્ઞાન કસોટી
SHARE









મોરબીમાં સિનીયર સીટીઝનનું સ્નેહમિલન, વ્યાખ્યાનમાળા તથા સામાન્ય જ્ઞાન કસોટી
મોરબીના સિનીયર સીટીઝન કાઉન્સીલ તરફથી આગામી તા.૫-૧૨ ને રવિવાર સવારે ૯-૩૦ કલાકે ધન્વન્તરિ ભવન કાયાજી પ્લોટ મોરબી ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ત્યારબાદ સવારે ૧૦ કલાકે સામાન્ય જ્ઞાન કસોટી પેપર તથા ૧૦:૩૦ કલાકે મોરબીના જાણીતા સાયર કાયમ હઝારીના બ્રહ્મોપદેશ વિષે વ્યાખ્યાન માળા યોજાશે તયારબાદ ૧૨ કલાકે ભોજન યોજાશે.પરિક્ષામાં ભાગ લેવા ઇચ્છતા તથા કાર્યક્રમમાં આવવાના હોય તે સભ્યોએ મોબાઇલ નં.૯૯૧૩૨ ૨૨૨૮૩, ૯૪૨૬૯ ૪૨૪૦૮ અથવા ૯૭૨૭૪ ૦૩૯૯૨ ઉપર નામ નોંધાવવાના રહેશે તેમ સડસ્થાના પ્રમુખ ડો.બી.કે.લહેરૂ તેમજ મંત્રી મહેશભાઇ ભટ્ટે યાદીમાં જણાવેલ છે.
અડદીયા વિતરણ
મોરબી સહકાર ભારતી તેમજ સિનિયર સિટીઝન કાઉન્સીલ દ્રારા શુધ્ધ ઘીના અડદીયા રાહતદરે વિતરીત કરવા આયોજન કરાયેલ હતુ.તા.૨૯ ના ગુ.હા.બોર્ડ હોલ ખાતેથી ૩૫૦ કિલોથી વધુ અડદીયાનું વિતરણ કરાયુ હતુ તે માટે ડો.બી.કે.હેરૂ, ત્રંબકભાઇ મહેતા, મહેશભાઇ ભટ્ટ સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી.
