મોરબીમાં સિનીયર સીટીઝનનું સ્નેહમિલન, વ્યાખ્યાનમાળા તથા સામાન્ય જ્ઞાન કસોટી
મોરબીના સોઓરડી પાસે રામદેવપીરના મંદીરથી માળીયા વનાળીયા સુધી દેશી દારૂનો ગૃહ ઉદ્યોગ !
SHARE









મોરબીના સોઓરડી પાસે રામદેવપીરના મંદીરથી માળીયા વનાળીયા સુધી દેશી દારૂનો ગૃહ ઉદ્યોગ !
મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી સોઓરડી વિસ્તારમાં દારૂના ધંધા ખુલ્લેઆમ કરવામાં આવી રહ્યો છે અને દૂધની જેમ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સોઓરડીના લોકો આ દારૂના દૂષણના લીધે હેરાન પરેસાન થઈ ગયા છે
છેલ્લા ઘણા વર્ષોથી સોઓરડી વિસ્તારમાં દારૂનો વેપાર ચાલુ છે અને નજરબાગ રેલ્વે સ્ટેશન પાછળ પણ દારૂનો ખુલ્લે આમ ધંધા કરવામાં આવે છે જો કે, પોલીસ દ્વારા દારૂના ધંધાની સામે આંખ આડા કાન કરી રહી છે અને પાસેરામાં પૂણી જેટલા સેમ્પલ સમયાંતરે સોઓરડી વિસ્તારમાથી લેવામાં આવે છે ત્યારે લોકોની સલામતી માટે મોરબીના રામદેવપીરના મંદીર થી માળીયા વનાળીયા સોસાયટી સુધી ઘરે ઘરે જે દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તેને બંધ કરાવવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે અને દારૂનું વેચાણ કરનારા તત્વોની સામે કડક પગલાં લેવામાં આવે તે જરૂરી છે કેમ કે, દારૂના લીધે બીજી ગુનાખોરી પણ વધી રહી છે જો અધિકારી દ્વારા દેશી દારૂના અડ્ડા પર ધોંસ બોલાવવામાં આવશે તો જ સ્થાનિક લોકોને આ પીડામાથી મુક્તિ મળે તેમ છે
