મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના રેલ્વે સ્ટેશન રોડે ગટરના કામ માટે ખોદવામાં આવેલ ખાડામાં યુવાન બાઇક સાથે ખબક્યો


SHARE











મોરબીના રેલ્વે સ્ટેશન રોડે ગટરના કામ માટે ખોદવામાં આવેલ ખાડામાં યુવાન બાઇક સાથે ખબક્યો

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર હાલમાં રોડની કામગીરી ચાલી રહી છે તેની સાથોસાથ ગટર માટેનું કામ પણ ચાલી રહ્યું છે જેથી ગટરના કામ માટે ખાડો ખોદવામાં આવ્યો હતો અને તે ખાડાની અંદર સોમવારે બપોરના સમયે બાઈક લઈને પસાર થઈ રહેલ યુવાન બાઈકની સાથે ખાડામાં પડ્યો હતો. જો કે, સદ્નસીબે કોઈ જીવલેણ અકસ્માત નથી બન્યો પરંતુ જો ચોમાસા દરમિયાન કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ કોન્ટ્રાક્ટર કે અધિકારી તે અત્યારથી જ નક્કી કરવાની જરૂર હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે.

મોરબીમાં સોમવારે બપોરના સવા ચારેક વાગ્યાના અરસામાં મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર જ્યાં હાલમાં રોડ બનાવવા માટેની કામગીરી અને તેની સાથે ગટરના પાણીનો નિકાલ થાય તેના માટેની કામગીરી ચાલી રહી છે ત્યાં ખાડો ખોદવામાં આવ્યો હતો અને ખાડા પાસેથી યુવાન પોતાનું બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તે યુવાન ગટર માટે ખોદવામાં આવેલ ખાડામાં બાઇક સહિત ખાબક્યો હતો. જોકે, સદનસીબે જીવલેણ અકસ્માત બનેલ નથી. પરંતુ આવી રીતે ખોદવામાં આવેલ ખાડાના લીધે કે પછી ખુલ્લી પડેલ ગટરના કારણે જો કોઈપણ જગ્યાએ જીવલેણ અકસ્માત સર્જાય તો તેના માટે અધિકારી કે પછી કોન્ટ્રાક્ટર કોણ જવાબદાર ગણાશે. તે અત્યારથી નક્કી કરવાની જરૂર છે.

કારણ કે, ગુજરાતમાં જ્યારે જ્યારે કોઈ ગંભીર ઘટનાઓ બને ત્યારે સરકાર દ્વારા સીટની રચનાઓ કરવામાં આવે, તપાસના આદેશ કરવામાં આવે, ચબરબંધીને છોડવામાં નહીં આવે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ ચમરબંધી કોઈ દી પકડાતા નથી અને સીટના રિપોર્ટ પછી કોઈને ગંભીર પ્રકારની સજા પડી હોય તેવો આજ સુધી ગુજરાતમાં દાખલો બન્યો નથી ત્યારે મોરબીમાં કોઈ ગંભીર અકસ્માત ન સર્જાય તે માટે વહેલી તકે તંત્ર દ્વારા આવા જીવલેણ ખાડા બુરવા માટેની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાં ઉઠી રહી છે.






Latest News