મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત કોળી ઠાકોર સમાજ વિધાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો


SHARE









મોરબીમાં સમસ્ત કોળી ઠાકોર સમાજ વિધાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં શ્રી સમસ્ત કોળી ઠાકોર સમાજ વિધાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના તેજસ્વી વિધાર્થીઓને શૈક્ષણિક સિદ્ધિ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા તેમજ સમસ્ત કોળી ઠાકોર સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને આ સમારોહમાં સમાજના આગેવાનોને શિક્ષિત ગુજરાતના નિર્માણ માટે સમાજમાં શિક્ષણનો પ્રકાશ ફેલાવવાના પ્રયત્ન બદલ ધારાસભ્ય દ્વારા બિરદાવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થીઓને શિક્ષા માત્ર ઉજ્જવળ ભવિષ્ય માટે જ નહીં, પણ સમાજની સમૃદ્ધિ માટેનો મજબૂત પાયો છે જેથી વધુમાં વધુ શિક્ષણ મેળવવા માટે આહ્વાન કર્યું હતું. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના હોદેદારો સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી.




Latest News