હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીના રેલ્વે સ્ટેશન રોડે ગટરના કામ માટે ખોદવામાં આવેલ ખાડામાં યુવાન બાઇક સાથે ખબક્યો


SHARE



































મોરબીના રેલ્વે સ્ટેશન રોડે ગટરના કામ માટે ખોદવામાં આવેલ ખાડામાં યુવાન બાઇક સાથે ખબક્યો

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર હાલમાં રોડની કામગીરી ચાલી રહી છે તેની સાથોસાથ ગટર માટેનું કામ પણ ચાલી રહ્યું છે જેથી ગટરના કામ માટે ખાડો ખોદવામાં આવ્યો હતો અને તે ખાડાની અંદર સોમવારે બપોરના સમયે બાઈક લઈને પસાર થઈ રહેલ યુવાન બાઈકની સાથે ખાડામાં પડ્યો હતો. જો કે, સદ્નસીબે કોઈ જીવલેણ અકસ્માત નથી બન્યો પરંતુ જો ચોમાસા દરમિયાન કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ કોન્ટ્રાક્ટર કે અધિકારી તે અત્યારથી જ નક્કી કરવાની જરૂર હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે.

મોરબીમાં સોમવારે બપોરના સવા ચારેક વાગ્યાના અરસામાં મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર જ્યાં હાલમાં રોડ બનાવવા માટેની કામગીરી અને તેની સાથે ગટરના પાણીનો નિકાલ થાય તેના માટેની કામગીરી ચાલી રહી છે ત્યાં ખાડો ખોદવામાં આવ્યો હતો અને ખાડા પાસેથી યુવાન પોતાનું બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તે યુવાન ગટર માટે ખોદવામાં આવેલ ખાડામાં બાઇક સહિત ખાબક્યો હતો. જોકે, સદનસીબે જીવલેણ અકસ્માત બનેલ નથી. પરંતુ આવી રીતે ખોદવામાં આવેલ ખાડાના લીધે કે પછી ખુલ્લી પડેલ ગટરના કારણે જો કોઈપણ જગ્યાએ જીવલેણ અકસ્માત સર્જાય તો તેના માટે અધિકારી કે પછી કોન્ટ્રાક્ટર કોણ જવાબદાર ગણાશે. તે અત્યારથી જ નક્કી કરવાની જરૂર છે.

કારણ કે, ગુજરાતમાં જ્યારે જ્યારે કોઈ ગંભીર ઘટનાઓ બને ત્યારે સરકાર દ્વારા સીટની રચનાઓ કરવામાં આવે, તપાસના આદેશ કરવામાં આવે, ચબરબંધીને છોડવામાં નહીં આવે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ ચમરબંધી કોઈ દી પકડાતા નથી અને સીટના રિપોર્ટ પછી કોઈને ગંભીર પ્રકારની સજા પડી હોય તેવો આજ સુધી ગુજરાતમાં દાખલો બન્યો નથી ત્યારે મોરબીમાં કોઈ ગંભીર અકસ્માત ન સર્જાય તે માટે વહેલી તકે તંત્ર દ્વારા આવા જીવલેણ ખાડા બુરવા માટેની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાં ઉઠી રહી છે.


















Latest News