મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

વાંકાનેરના પાંચદ્વારકામાં મૈત્રી કરાર કરનાર યુવાન ઉપર યુવતીના પિતા સહિત ચાર શખ્સોએ કર્યો હુમલો


SHARE

















વાંકાનેરના પાંચદ્વારકામાં મૈત્રી કરાર કરનાર યુવાન ઉપર યુવતીના પિતા સહિત ચાર શખ્સોએ કર્યો હુમલો

વાંકાનેરના પાંચદ્વારકા ગામે રહેતા યુવાને જે યુવતી સાથે પ્રેમ સંબંધ હતો તેની સાથે મૈત્રી કરાર કરેલ હતા તે બાબતનો ખાર રાખીને યુવતીના પિતા સહિત કુલ ચાર શખ્સો દ્વારા યુવાનને ધોકા વડે મારવામાં આવ્યો હતો અને શરીરે ઇજાઓ કરવામાં આવી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે રહેતા લખમણભાઇ ભીખાભાઈ બહુકિયા (36)હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોપટભાઈ કાનજીભાઈ દંતેસરિયા, મનીષભાઈ પોપટભાઈ દંતેસરિયા, વિક્રમભાઈ પરસોતમભાઈ દંતેસરિયા અને મુકેશભાઈ પરસોતમભાઈ દંતેસરિયા રહે બધા પાંચદ્વારકા વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે તેને આરોપી પોપટભાઈ દંતેસરિયાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય તેની સાથે મૈત્રી કરાર કરેલ છે જે બાબતનો ખાસ રાખીને ફરિયાદી ગામમાં મંદિર પાસે ઉભો હતો ત્યારે પાછળથી ચારે આરોપીઓ તેની પાસે આવ્યા હતા અને ત્યારે પોપટભાઈએ ધોકા વડે જમણા પગના નળાના ભાગે માર મારીને ઇજા કરી હતી તેમજ મનીષભાઈ, વિક્રમભાઈ અને મુકેશભાઇએ પણ ધોકા વડે ફરીયાદી યુવાનને હાથે પગે અને શરીરે માર માર્યો હતો તેમજ મોઢાના ભાગે આંખની નીચેના ભાગમાં જા કરી હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News