ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અગાઉ દારૂના ગુનામાં પકડાયેલા બે શખ્સને પાસા હેઠળ સુરતની લાજપોર જેલ હવાલે કરાયા


SHARE









મોરબી જીલ્લામાં અગાઉ દારૂના ગુનામાં પકડાયેલા બે શખ્સને પાસા હેઠળ સુરતની લાજપોર જેલ હવાલે કરાયા

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા અને માળીયા (મિં) તાલુકા વિસ્તારમાં અગાઉ દારૂના ગુનામાં પકડાયેલા બે શખ્સની પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી જેથી તે બંને પકડીને પોલીસે હાલમાં લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપેલ છે.

વાંકાનેરના ડીવાયએસપી એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા વિસ્તારમાં અગાઉ ઇંગ્લીશ દારૂના ગુન્હાઓમાં પકડાયેલ શાહીદ ઉર્ફે ચકો ઉમરભાઈ ચાનીયાની પાસા માટેની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેના મંજૂર કરવામાં આવી હતી જેના મંજૂર કરવામાં આવેલ હતી જેથી તેને શોધતા હતા તેવામાં રામભાઈ મંઢ, ક્રીપાલસિંહ ચાવડા તથા સામતભાઈ છુછીયાને ખાનગી બાતમી મળી હતી કે  શાહીદ ઉર્ફે ચકો તેના રહેણાક મકાને મોરબી છે જેથી ત્યાં જઈને તેને પકડીને વોરંટની બજવણી કરીને તેની અટકાયત કરી હતી અને આરોપી શાહીદ ઉર્ફે ચકો ઉમરભાઈ ચાનીયા (34) રહે. કાલીકા પ્લોટ, શીવ સોસાયટી, વજેપર મેઇન રોડ મોરબી વાળાની ધરપકડ કરીને તેને લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે.

આવી રીતે માળીયા (મિં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં અગાઉ પકડાયેલ દેવેંદ્ર ઉર્ફે દેવો કાપડી વાળાની સામે પાસા દરખાસ્ત તૈયાર કરીને જીલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મૂકવામાં આવી હતી જેના મંજૂર કરવામાં આવતા એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફે કામ કરીને આરોપી દેવેંદ્ર ઉર્ફે દેવો ખોડીદાસભાઇ કાપડી (34) રહે. હાલ આદીપુર રીલાયન્સ પેટ્રોલપંપની પાછળ મકાન નં-164 ગાંધીધામ મુળ રહે. યશોદાનગર નાની ચિરઇ તાલુકો ભચાઉ વાળાને પકડીને પાસા હેઠળ લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપેલ છે.




Latest News