હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ


SHARE



































મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ

મોરબીમાં 40 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યોને ચુંટવા માટે મતદાન કરવામાં આવ્યું હતું તે મતોની આજે જીલ્લામાં જુદાજુદા પાંચ સેન્ટર ઉપર મત ગણતરી શરૂ કરવામાં આવી હતી અને કે પછી એક પંચાયતની મતગણતરી પૂરી કરીને વિજેતા સરપંચ અને સભ્યોના નામ જાહેર કરવામાં આવતા મત ગણતરી સેન્ટર પાસે કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો.

મોરબી જીલ્લામાં આવેલ 40 ગ્રામ પંચાયતો જેમાંથી 27 ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી અને 13 ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્ય માટે ચૂંટણીનું મતદાન કરવાં આવ્યું હતું અને મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં સરેરાશ 79.34 ટકા જેટલું મતદાન થયું હતું અને આજે મોરબી જીલ્લામાં જુદાજુદા પાંચ તાલુકામાં અલગ અલગ સેન્ટર ઉપર મત ગણતરી કરવામાં આવી રહી છે જેમાંમોરબી તાલુકાની પંચાયતોની મતગણતરી પોલિટેકનિક કોલેજ ઘુંટુ ખાતે, માળીયા (મી) તાલુકાની પંચાયતોની મતગણતરી મોડેલ સ્કૂલ નાની બરાર ખાતે, ટંકારા તાલુકાની પંચાયતોની મતગણતરી ઓરપેટ કન્યા છાત્રાલય ખાતે, વાંકાનેર તાલુકાની પંચાયતોની મતગણતરી અમરસિંહજી હાઇસ્કુલ ખાતે તથા હળવદ તાલુકાની પંચાયતોની મતગણતરી મોડેલ સ્કૂલ હળવદ ખાતે કરવામાં આવી રહી છે અને મતગણતરી કેન્દ્રો ઉપર કોઈ બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પુરતો બંદોબસ્ત મૂકવામાં આવેલ છે અને પોસ્ટલ બેલ્ટ ગણીને એક પછી એક પંચાયતના વિજેતા સરપંચ અને સભ્યોના નામ જાહેર કરવામાં આવતા મત ગણતરી સેન્ટર પાસે કહી ખુશી કહી ગમ જેવો માહોલ જેવા મળ્યો હતો અને વિજેતા થયેલા મોટા ભાગના સરપંચોએ ગામના વિકાસમાં અને લોકોની સુખકરીમાં વધારો થાય તેવા કામ કરવાનો કોલ આપ્યો હતો. 


















Latest News