મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

દેશમાં કટોકટી લગાવ્યાને ૫૦ વર્ષ પૂર્ણ થતા મોરબી જિલ્લામાં 'સંવિધાન હત્યા દિવસઅન્વયે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને મોરબીની વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે જિલ્લા વહિવટી તંત્ર અને મોરબી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે૨૫ જૂન૧૯૭૫ નો દિવસ ઇતિહાસમાં કોઈ દિવસ ભૂલી ન શકાય એવો દિવસ છે. જ્યાં દેશમાં પત્રકારત્વને બંધક બનાવવામાં આવ્યું અને સંવિધાનનું સંપૂર્ણ હનન કરી દેવામાં આવ્યું. વધુમાં તેમણે ઉમેર્યું કેતત્કાલીન વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીએ પોતાની સત્તા ટકાવવા લોકશાહીને દબાવવા જે કાવતરા કર્યા તે ખરેખર નિંદનીય છે.

આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસે કર્યું હતું. આ કાર્યક્રમમાં વકીલ મહાનુભાવ વિજયભાઈ જાની અને અગ્રણી ડો. જયંતીભાઈ ભાડેસિયાએ પ્રાસંગિક વ્યાખાનમાં જણાવ્યું હતું કેઇતિહાસમાં જેને ભારતીય લોકતંત્રના કાળા અધ્યાય તરીકે ઓળખવામાં આવે છે એવો દિવસ એટલે ૨૫ જૂન૧૯૭૫ નો દિવસ. એ કટોકટીને ૫૦ પૂર્ણ થતા સમગ્ર દેશ અને રાજ્યમાં સંવિધાન હત્યા દિવસ તરીકે એ દિવસોના સંસ્મરણ માટે અને યુવા પેઢીને જાગૃત કરવા માટે મોરબીમાં વિશેષ કાર્યક્રમ યોજાયો છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે મહાનુભાવોએ લીલી ઝંડી આપી સંવિધાન હત્યા દિવસ અન્વયે રેલીને પ્રસ્થાન કરાવી હતી. ઉપરાંત સંવિધાન હત્યા દિવસ અન્વયે તૈયાર કરવામાં આવેલી ફિલ્મ પણ નિહાળી હતી. જિલ્લામાં સંવિધાન હત્યા દિવસ અનુસંધાને આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાજિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરીડીડીઓ જે.એસ. પ્રજાપતિમનપાના કમિશ્નરશ્રી સ્વપ્નિલ ખરે તેમજ વિવિધ કાયદા નિષ્ણાંતો અને નગરજનો સહિતના લોકો હાજર રહ્યા હતા.






Latest News