મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીનાં વીશીપરામાં બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ : 10ને ઈજા


SHARE







મોરબીનાં વીશીપરામાં બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ : 10ને ઈજા

નશાની હાલતમાં થયેલી બોલાચાલી બાદ ભરવાડ-મુસ્લિમ પરિવાર વચ્ચે ધબાધબી: આઠ ઈજાગ્રસ્તોને વધુ સારવારમાં રાજકોટ ખસેડાયા

મોરબીના વિશીપરા વિસ્તારમાં અગાઉ પણ દારૂના લીધે ડખ્ખો થયેલો છે. આવો જ એક બનાવ ગતરાત્રીના બન્યો હતો. જેમાં ઘર પાસેના મંદિરે વૃક્ષોને પાણી પીવડાવીને પરત ઘરે જતા યુવાન સાથે નશાની હાલતમાં ઝઘડો કરવામાં આવ્યો હતો.

જે વાત પુરી થઈ ગયા બાદ 15 થી વધુ લોકો દ્વારા રાત્રીના ભરવાડ પરિવારના ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. બાદમાં સામસામી મારામારીના બનાવમાં દશ જેટલા લોકોને ઈજાઓ થતા સીવીલે સારવાર માટે લઈ જવાયા હતા. જયાંથી આઠ લોકોને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ આ મારામારીની ઘટનામાં ગોવિંદ ખીમાભાઈ રાવા ભરવાડ (62), વિજય ગોવિંદભાઈ રાવા (25), કુંવરબેન ગોવિંદભાઈ રાવા (64), બાબુભાઈ ગોવિંદભાઈ રાવા (34), મહેશ ગોવિંદભાઈ રાવા (32) અને જીજ્ઞેશ ગોવિંદભાઈ રાવા (33) રહે. બધા વીશીપરા મોરબીને ઈજાઓ થતા અત્રેની સિવિલે લેવાયા હતા જયાં સારવાર આપીને તમામને રાજકોટ ખસેડાયા હતા.તેઓ ઉપર છરી, ભાલા અને ધારીયા-પાઈપ વડે દાઉદભાઈ, લતીફ અને રાયધન સહિતનાએ હુમલો કર્યો હોવાનું ભોગ બનનારે જણાવેલ છે તો સામેના પક્ષેથી નઝમાબેન ઉમરભાઈ જામ (24), અમીનાબેન ફારૂકભાઈ (35), દાઉદભાઈ ઉમરભાઈ જામ તથા રાયધન દાઉદભાઈ જામ (21) રહે. બધા વીશીપરા મોરબીને ઈજાઓ થતા અત્રેની સિવિલે લવાયા હતા. જે પૈકી દાઉદભાઈ અને રાયધનને રાજકોટ ખસેડાયા હતા.

વધુમાં રાજકોટ હોસ્પિટલના બીછાને સારવારમાં રહેલ ભરવાડ પરિવારના લોકો પાસેથી મળતી માહિતી પ્રમાણે તેમના ઘરની પાસે હનુમાન મંદિર આવેલ છે. જયાં દરરોજ રાત્રે તેમના પરિવારનો જીજ્ઞેશ ગોવિંદભાઈ રાવા વૃક્ષોને પાણી પીવડાવવા તથા દેખરેખ માટે જતો હતો તે મુજબ ગતરાત્રે ગયો હતો અને મંદિરેથી પરત ફર્યો ત્યારે રસ્તામાં દાઉદભાઈ મળેલ જે પાડોશી હોય અને નશાની હાલતમાં હાથમાં હથિયાર સાથે હોય તેઓએ કહ્યું કે મારે તારી સાથે ઝગડો કરવો છે.

તેથી જીજ્ઞેશે તેમને સમજાવ્યુ કે તમે મારા પિતાની ઉંમરના છો અને પાડોશી છો અને બાદમાં દાઉદભાઈ જીજ્ઞેશના ઘરે ગયેલ ત્યાંથી પણ સમજાવીને તેમને પરત મોકલ્યા હતા.જો કે બાદમાં તા.25ના રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં સામેના પક્ષના 15થી વધુ લોકો હાથમાં છરી, ભાલા, પાઈપ, ધારીયા લઈને આવેલ અને રાવા પરિવાર સાથે ઝઘડો કર્યો હતો.જેમાં સામસામે મારામારી થતા બંને પક્ષના 10 લોકોને ઈજા થતા અત્રે સારવાર માટે લવાયા બાદ તે પૈકીના 8 લોકોને રાજકોટ ખસેડાયા હતા.હાલ સીટી બી ડીવીઝન પોલીસ મથક દ્વારા મારામારીના આ બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

દવા પી જતા સારવારમાં

મોરબી તાલુકાના સાદુળકા ગામના અશોકભાઈ હરજીભાઈ ભુવા (50) એ તા.20ના સવારે સાતેક વાગ્યે હરીપર (કેરાળા)ના રસ્તે કોઈ કારણોસર દવા પી લેતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા છે અને હાલ બેભાન હોવાનું પોલીસે જણાવેલ છે. તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

જયારે મોરબી વાવડી રોડ જનકનગરમાં રહેતા નીપાબેન દિનેશભાઈ કુંડારીયા (41)ને ઘરે પતિએ માર મારતા સારવાર માટે લઈ જવાયા હતા તેમજ અવની ચોકડી પાસે અજાણ્યા વાહન સાથે બાઈક અથડાતા લાલજીભાઈ ગંગારામભાઈ ગોધાણી (62) રહે. વૈભવલક્ષ્મી સોસાયટી, ગૌતમ હોલ સામે, રવાપર રોડને ઈજાગ્રસ્ત હાલતમાં અત્રે આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા






Latest News